AHAVADANG

ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં સતત બીજા દિવસે પણ કમોસમી માવઠું પડતા ખેડૂતોનાં પાકોને જંગી નુકસાન…..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગડાંગ જિલ્લાનાં ગામડાઓમાં સતત બીજા દિવસે વીજળીનાં કડાકા ભડાકામાં કમોસમી માવઠું પડતા શાકભાજી ફળ ફળાદી અને અન્ય પાકોમાં જંગી નુકસાન થતાં ડાંગના ખેડુતોમાં ચિંતાનો માહોલ ફરી વળ્યો. પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં સતત બીજા દિવસે પણ કમોસમી માવઠું વર્તાતા ડાંગી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, આહવા,વઘઇ, સુબિર સહિત પૂર્વપટ્ટી તથા સરહદીય વિસ્તારનાં ગામડાઓમાં સતત બીજા દિવસે કમોસમી માવઠાએ કહેર વર્તાવતા તપ્ત ધરા સહિત માર્ગો પાણીથી ભીંજાયા હતા.ડાંગ જિલ્લામાં સતત બીજા દિવસે ડાંગી ખેડૂતોનાં શાકભાજી, કઠોળ સહિત ફળફળાદી જેવા પાકો પર કમોસમી વરસાદ પડતા જંગી નુકસાનની ભીતિ વર્તાવા પામી છે.ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા ખાતે બપોરસુધી તડકો પડ્યો હતો.જયારે બપોરબાદ વાદળોનાં ઘેરાવામાં માવઠું વર્તાતા જોવાલાયક સ્થળોમાં બોટીંગ,ટેબલપોઈંટ,સનસેટ પોઈંટ,સ્ટેપ ગાર્ડન, રોઝ ગાર્ડન સહિતનાં સ્થળો નિખરી ઉઠ્યા હતા.હાલમાં શુક્રવારે ગુડફ્રાઈડે અને શનિવારે બીજો શનિવારની રજા હોય જેથી સાપુતારામાં રજાઓની મઝા માણવા આવેલ પ્રવાસીઓએ બદલાતા મૌસમનાં મિજાજનો આસ્વાદ માણી ધન્યતા અનુભવી હતી.ગિરિમથક સાપુતારા ખાતે વરસાદી માહોલ બાદ સમગ્ર જોવાલાયક સ્થળોએ ઠંડકતાની શીત લહેર વ્યાપી જતા વાતાવરણ ખુશનુમામય બની જવા પામ્યુ હતુ…

[wptube id="1252022"]
Back to top button