વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાના ધૂડા ગામે પિતરાઈ ભાઈને ત્યાં રહેતી એક બહેને ભાઈની બાઈક ઘર બહાર વરસાદમાં ભીંજાતી હોય જેથી બાઈક ઓટલા પર મૂકવા માટે ચાવી માંગતા પિતરાઈ ભાઈએ ઉશ્કેરાઈને પહેલા પત્નીને માર માર્યો અને બાદમાં બહેનને માર મારી કુહાડીથી ચેહરા પર ઘા ઝીંકતા ચકચાર મચી જવા પામી હતી..
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં ધુડા ગામનાં પિતરાઈ ભાઈ નામે પ્રકાશભાઈ સિમગેભાઈ ભોયેની સાથે પ્રવિણાબેન સુમનભાઈ ભોયે પણ રહેતી હતી.સોમવારે રાત્રે પ્રકાશભાઈની બાઈક તેમના ઘરની બહાર મૂકેલી હતી.તે વરસાદમાં ભીંજાતિ હતી.જેથી બહેન પ્રવિણાબેને પ્રકાશભાઈને જણાવ્યુ હતુ કે, મને બાઈક ની ચાવી આપો. હું બાઈક ઓટલા પર મૂકી દઉ, પરંતુ પ્રકાશભાઈએ મોટરસાઈકલની ચાવી આપવાની ના પાડી હતી.ત્યારે પ્રકાશભાઈની પત્ની રેણુકાએ પણ કહ્યુ હતુ કે, તમે પ્રવિણાને ચાવી આપી દો ને બાઈક ઓટલા પર મૂકી દેશે.ત્યારે અચાનક પ્રકાશભાઈ એકદમ ઉશ્કેરાઈ જઈને પત્નીને ગાળો આપી માર માર્યો હતો.પતિ પત્નીનાં ઝગડામાં પ્રવિણાબેન વચ્ચે પડી બચાવવા જતા પ્રકાશભાઈએ બહેનને માર મારી કુહાડી લઈ ચહેરા પર કુહાડીનાં ઘા મારી દીધા હતા.જેથી અહી બૂમાબૂમ થઈ જવા પામી હતી.અહી બૂમાબૂમ થતા તેની માતા અને ભાઈ તેમજ પડોશીઓ આવી જતા પ્રકાશભાઈ ત્યાંથી નાસી છૂટ્યા હતા.જે બાદ ઇજાગ્રસ્ત પ્રવિણાબેનને 108 એમ્બ્યુલન્સમાં આહવા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.હાલમાં આ બનાવ અંગેની ફરિયાદ આહવા પોલીસ મથકે નોંધાતા આહવા પોલીસની ટીમે આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે..





