
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના ભાદરપાડા ગામે ગુરુકુળ વિદ્યા સંકુલ ખાતે ભારતીય મહિલા પરિષદ વાલોડ શાખાને બહેનોએ સંકુલની મુલાકાત લીધી હતી તથા વાલોડના અમરદીપ ટ્રસ્ટના સતિષભાઈની ટીમ દ્વારા બાળકો માટે ભોજન અને જાદુગર આર નો મનોરંજન કાર્યક્રમ યોજાયો.
બીજા દિવસે ચીખલી અમી હોસ્પિટલના ડોક્ટર રાજેશભાઈ પટેલ અને એમના ધર્મપત્ની માલીનીબેન સંકુલની મુલાકાત લઈ, બાળકોને પ્રેરક ઉદબોધન કરી પ્રોત્સાહિત કર્યા હતા. સાથે બાળકોને આરોગ્ય લક્ષી તપાસી માર્ગદર્શન આપ્યું. સાથે સુરતના ડોક્ટર તુષારભાઈ નયનભાઈ એમના કુટુંબીજનો અને મિત્રો દ્વારા સંકુલના બાળકોને સુરુચી ભોજન કરાવ્યું ભદરપાડા શાળાના આચાર્ય શ્રી કિશોરભાઈ પટેલે આ કાર્યક્રમનું સંચાલન કર્યું.
[wptube id="1252022"]





