
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
આહવાનાં દેવલપાડામાં એક મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી ગઈ હતી,જે બાદ આગ પ્રસરતા બાજુમાં આવેલ એગ્રો સેન્ટરનું બિયારણ પણ બળીને ખાખ થવા પામ્યુ હતુ.અંદાજે કુલ 7 લાખનું નુકશાન થયુ હોવાનો મકાન માલિક અને એગ્રો માલિકનો દાવો…
પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાના દેવલપાડામાં રહેતા મનસુખભાઇનાં ઘરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી ગઈ હતી.તેમજ મનસુખભાઇની દિવાલને અડીને આવેલ કિશાન એગ્રો સેન્ટર પણ આગની ચપેટમાં આવી ગયુ હતુ જે બાદ મકાન તથા કિશાન એગ્રો સેન્ટરમાં એકાએક આગ પ્રસરી જતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.
મનસુખભાઈનાં ઘરનું સામાન આગમાં બળીને ખાખ થઈ જતા તેઓ બેઘર અને નિરાધાર થવા પામ્યા છે.તેમજ એગ્રો સેન્ટરમાં રાખવામાં આવેલ બિયારણનો નાશ થઈ ગયેલ છે.મકાન માલિક મનસુખભાઈ એ જણાવ્યુ હતુ કે,ઘર આગમાં બળી જવાને કારણે ઘરવખરીને જંગી નુકશાન થયુ છે.તથા ઘરવખરી બળીને ખાખ થઈ જવા પામેલ છે.ઘર આગમાં બળી જવાને કારણે અંદાજે 3 લાખનું નુકશાન થયુ છે.ત્યારે સરકાર દ્વારા આ અંગે સહાય કરવામાં આવે તેવી અરજ છે.તેમજ કિશાન એગ્રો સેન્ટરના માલિક ગુલાબભાઈ સંજયભાઈ ગવળી એ જણાવ્યુ હતુ કે,એગ્રો સેન્ટરમાં મૂકવામાં આવેલ બિયારણ આગની ચપેટમાં આવતા બળીને ખાખ થઈ જવા પામેલ છે.અંદાજે 5 લાખનું નુકશાન થયુ છે.તેથી સરકાર દ્વારા વળતર આપવામાં આવે તે જરૂરી છે.મકાન માલિક મનસુખભાઈ અને એગ્રો સેન્ટરના માલિક ગુલાબભાઈ દ્વારા કુલ અંદાજે 7 લાખ રૂપિયાનું નુકશાન થયું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.જેથી ડાંગ વહીવટી તંત્ર દ્વારા સર્વે હાથ ધરી સહાય પુરી પાડવામાં આવે તેવી માંગ ઉઠી છે…





