AHAVADANG

ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં હર્ષોલ્લાસ પૂર્વક હનુમાન જ્યંતીની ઉજવણી કરવામાં આવી…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગરાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં ગામે ગામ ભગવાન હનુમાનજીની પ્રતિમાઓ સ્થાપન કરાયેલ જોવા મળી રહે છે.સંકટ મોચન તરીકે ઓળખાતા ભગવાન હનુમાનજીની પૂજા અર્ચના ડાંગવાસીઓ ભાવભક્તિ પૂર્વક કરે છે.ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં આવેલ હનુમાનજીનાં મંદિરો ખાતે શનિવારે હનુમાન ચાલીશાની ધૂન પણ બોલાય છે.તેવામાં ભગવાન હનુમાનજીનો નાતો ડાંગ પ્રદેશ સાથે જોડાયેલ હોવાની લોકવાયકાઓ સાંભળવા મળી રહે છે.અંજનીપુત્ર હનુમાનજીનો જન્મ ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં અંજનકુંડ ખાતે થયો હોવાનાં અંશો મળી આવે છે.ત્યારે આજરોજ ડાંગ જિલ્લાનાં અંજનકુંડ સ્થાનક સહિત ગામડાઓમાં હનુમાનજીનાં મંદિરોમાં ભક્તો દ્વારા ભજન કીર્તન,ભંડારા સહિતનું આયોજન હાથ ધરી હનુમાન જ્યંતીની આનંદ અને ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં ભાવિક ભક્તો દ્વારા હનુમાન જ્યંતી નિમિત્તે ભગવાન હનુમાનજીને સિંદૂર લગાવી શ્રીફળ ચડાવી માનતા પુરી કરી હતી.ડાંગ જિલ્લામાં હનુમાન જ્યંતી નિમિત્તે ભક્તો દ્વારા ભવ્ય શોભાયાત્રા પણ કાઢી હતી…

[wptube id="1252022"]
Back to top button