
વાત્સલયમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ
ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકા પંચાયતમાં સમાવિષ્ટ ગારખડી, નકટીયાહનવત,શેપુઆંબા,અને લવચાલી ગ્રૂપ ગ્રામ પંચાયતનાં તલાટી કમ મંત્રીઓને ગુજરાત માહિતી આયોગ દ્વારા નોટિસ ઈસ્યુ કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.. ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકા પંચાયતમાં સમાવિષ્ટ ગ્રૂપ ગ્રામ પંચાયતોમાં લવચાલી,નકટિયાહનવત, ગારખડી,શેપુઆંબાની ડાંગ જિલ્લા કોંગ્રેસ યુવક પ્રમુખ રાકેશ પવાર દ્વારા માહિતી અધિકાર અધિનિયમ -2005 હેઠળ નમૂના-કમાં વિવિધ વિકાસકીય કામોની માહિતી માંગતી અરજી કરેલ હતી.પરંતુ અરજદારને તેની માહિતી પણ ના મળતા અને કોઈ પ્રત્યુત્તર પણ ના મળતા અરજદાર દ્વારા તા.7/2/2023નાં રોજ આ તમામ પંચાયતોનાં માહિતી અધિકારી તરીકે ફરજ બજાવતા તલાટીકમ મંત્રીઓ અને તાલુકા વિકાસ અધિકારી સુબીર વિરુદ્ધ ગુજરાત માહિતી આયોગ ગાંધીનગર ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી.જેના સંદર્ભે ગુજરાત માહિતી આયોગ ગાંધીનગર દ્વારા તાલુકા વિકાસ અધિકારી સુબિર તથા આ ચારેય તલાટી કમ મંત્રીઓને કારણ દર્શક નોટિસ ફટકારવામાં આવી છે.તથા અરજદારને દિન-15માં અને ગુજરાત માહિતી આયોગને દિન -30માં માહિતી પુરી પાડવા માટેનો આદેશ કર્યો છે.ગુજરાત જાહેર માહિતી કમિશન દ્વારા જાહેર માહિતી અધિકારી અને અપીલ અધિકારી દ્વારા પ્રત્યુત્તર આપવામાં વિલંબ થશે તો કાયદાકીય પગલાં ભરવામાં આવશે.ડાંગ જિલ્લાનાં સુબિર તાલુકા પંચાયતનાં તાલુકા વિકાસ અધિકારી અને ચાર તલાટી કમ મંત્રીઓને માહિતી પૂરી ન પાડવા બદલ નોટિસ ઈસ્યુ કરાતા સુબિર તાલુકા પંચાયત વર્તુળમાં ફફડાટ ફેલાઈ જવા પામી છે.ડાંગ જિલ્લાનાં સુબિર તાલુકા પંચાયતનાં અધિકારીઓ પોતાની ફરજ બજાવવામાં ઘણી નિષકાળજી દાખવી રહેલ છે.આ ચારે તલાટી કમ મંત્રીઓ દ્વારા કાયદાને ખુલ્લેઆમ ધોળીને પી જવા વાળા હોય,તથા ઉપલા અધિકારીઓના હુકમનો પણ ખુલ્લેઆમ અનાદર કરી રહેલ છે.જેથી અરજદાર એવા ડાંગ જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ રાકેશ પવાર દ્વારા જણાવ્યુ હતુ કે આ ચારેય તલાટી કમ મંત્રીઓ અને તાલુકા વિકાસ અધિકારી આયોગના હુકમને પણ નહિ માને તો હું આવનાર દિવસોમાં નામદાર ગુજરાત હાઇકોર્ટમાં પીટીશન કરવાની તજવીશ ધરીશ…





