
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થા (આરસેટી), ડાંગ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ડાંગના સહયોગથી આહવા આરસેટી ઓફિસ દ્વારા બેંક ઓફ બરોડાના ૧૧૬ મા સ્થાપના દિનની ઉજવણી કરવામા આવી હતી.
જેમા બેંક ઓફ બરોડા, આહવા બ્રાન્ચના બેંક મેનેજર શ્રી પ્રિયરંજન ભોલા, લિડ ડિસ્ટ્રીક્ટ મેનેજર શ્રી સજલ મેઢા, આરસેટી ડાયરેક્ટર શ્રી રાજેશ વી.પાઠક, તેમજ આરસેટીના સ્ટાફગણ તેમજ બ્યુટી પાર્લરના ટ્રેનર હેતલબેન તથા તાલીમાર્થી બહેનોએ ઉત્સાહપુર્વક ભાગ લીધો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો દ્વારા ૧૧૬ માં સ્થાપના દિનની ઉજવણી બાબતે, બેંકમા ચાલી રહેલ વિમા યોજના, લોન ડિજિટ્સ બેંકિગ વિશે વિસ્તૃત માહિતિ આપી શુભેચ્છાઓ પાઠવી હતી.
[wptube id="1252022"]





