
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યના છેવાડે આવેલ ડાંગ જિલ્લો વન સંપદાથી સમૃદ્ધ જોવા મળે છે.ડાંગ જિલ્લામાં વનોની જાળવણી માટે વન વિભાગ અહમ ભૂમિકા ભજવી રહી છે.સાથે વનોનાં ઉપજ થકી સ્થાનિક લેવલે કરોડો રૂપિયાનાં લાભો આપી છેવાડેનાં માનવીનાં સર્વાંગી વિકાસમાં ભાગીદાર બની રહ્યુ છે.જેનુ ઉત્તમ ઉદાહરણ દક્ષિણ ડાંગ વન વિભાગની ગલકુંડ રેંજમાં જોવા મળ્યુ છે.ડાંગ જિલ્લાના દક્ષિણ વન વિભાગના ગલકુંડ રેંજમાં આજરોજ ગુજરાત વિધાનસભાનાં નાયબ દંડક વિજયભાઈ પટેલની ઉપસ્થિતમાં વનલક્ષ્મી યોજના અંતર્ગત 411 જેટલા લાભાર્થીઓને 44 લાખની સાધન સામગ્રીનું વિતરણ કરાયુ.અહી કાર્યક્રમનું સ્વાગત પ્રવચન દક્ષિણ ડાંગ વન વિભાગનાં એ.સી.એફ આરતીબેને ડામોર દ્વારા કરી વનલક્ષ્મી યોજના અંતર્ગત ઉપસ્થિત તમામ પદાધિકારીઓ અધિકારીઓ અને વન વિભાગની મંડળીઓ તથા ગ્રામજનોને આવકાર્યા હતા.અહી દક્ષિણ ડાંગ વન વિભાગનાં ડી.સી.એફ.રવિપ્રસાદ રાધાક્રિષ્નાએ જણાવ્યુ હતુ કે વનલક્ષ્મી યોજના અંગે હમેશા હું વિચાર કરતો અને આ યોજનાને કઈ રીતે સફળ કરવી તે માટે વિચારવિવશ બનતો.થોડા સમય અગાઉ રાજ્યનાં વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ ડાંગની મુલાકાત લીધી તે દરમ્યાન માલિકી અને વનલક્ષ્મી યોજનાની એક સ્કીમ આપવામાં આવી.જેમાં વનનાં સ્વરૂપે લોકોને લક્ષ્મી મળી રહે અને જે વનલક્ષ્મી યોજના આજે ખરા અર્થમાં ફળીભૂત થઈ તમામની સામે ઉભી છે.ડાંગ જિલ્લામાં વનો અનેક રૂપમાં જોવા મળે છે.વનો અગ્નિ,વાયુ,ધનવન્તિરી,તથા માં અન્નપૂર્ણાનું રૂપ છે.એક જ જંગલ અનેક દેવો દેવતાઓનું રૂપ છે.ગુજરાતમાં ડાંગનું જંગલ ઘનિષ્ટ જોવા મળે છે.સાથે ડાંગ જિલ્લામાં ધારાસભ્ય અને ગ્રામજનો જંગલ પ્રત્યે સંવેદનશીલ છે.જે ગૌરવની બાબત છે.જેથી માનવીએ જંગલનાં બચાવ માટે નજીક આવવુ જોઈએ.સાથે સ્થાનિકોએ કિંમતી જંગલનાં કટિંગની ગેરકાયદેસર કામગીરીને અટકાવવી જોઈએ.ડાંગની ઓળખ જ જંગલો છે.જંગલો થકી અહી પ્રવાસીઓ આવે છે.જેથી જંગલોનું રક્ષણ કરવા અનુરોધ કર્યો હતો.આ પ્રસંગે ગુજરાત વિધાનસભાનાં નાયબ દંડક વિજયભાઈ પટેલે ધરતી માતાની જયકારને વધાવી લઈ ઉપસ્થિત ગ્રામજનોને વનલક્ષ્મી યોજનાની માહિતી આપી હતી.તેઓએ જણાવ્યુ હતુ કે ગલકુંડ રેંજમાં વનલક્ષ્મી યોજનામાં 411 લાભાર્થીઓને 44 લાખનાં માતબર રકમનાં લાભો એનાયત થાય છે જે ગૌરવની બાબત જણાવી હતી.જંગલ વિસ્તારમાં મંડળીઓ દ્વારા કુપો કાપવામાં આવે છે.જેમાં સરકારનાં 80 ટકા અને મંડળીઓની 20 ટકા ભાગીદારીથી કામો થતા આ લાભો મળી રહ્યા છે.આ લાભો આપણને જંગલ થકી મળી રહ્યા છે.જંગલો જ ડાંગનું ઓળખ છે.ડાંગનાં રાજા રજવાડા થકી સચવાયેલ જંગલોનાં પગલે આજે આપણને સર્વાંગી વિકાસનાં અનેકવિધ લાભો મળી રહ્યા છે.આવનાર પેઢી માટે જંગલો નવી ઓળખ આપે તેવા કામો કરવા જોઈએ.જંગલો થકી આદિવાસીઓનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે.આદિવાસીઓ પ્રકૃતિ પૂજક હોય જેથી જંગલોની જાળવણી વન વિભાગ જ નહીં પરંતુ સ્થાનિક લોકો પણ કરે તેવો અનુરોધ કર્યો હતો.વધુમાં ડાંગ જિલ્લામાંથી બહાર લાકડાની તસ્કરી કરનાર પકડાશે તો તેઓની સેહ શરમ રાખ્યા વગર કડક કાર્યવાહીનાં નિર્દેશો આપ્યા હતા.ડાંગ જિલ્લાનાં ગલકુંડ રેંજ દ્વારા આયોજીત વન લક્ષ્મી યોજનાનાં કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ લાભાર્થીઓને પાણીની ટાંકી,તાડપત્રી,વાસણો,મંડપ સહીતની વસ્તુઓનું વિતરણ કર્યા બાદ વૃક્ષારોપણ પણ કર્યું હતુ.આ પ્રસંગે ગુજરાત વિધાનસભાનાં નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ,દક્ષિણ વન વિભાગનાં ડી.સી.એફ.રવિપ્રસાદ રાધાક્રિષ્ના, દક્ષિણ વન વિભાગનાં એ.સી.એફ સુરેશકુમાર મીના(આઈએફએસ)એસીએફ આરતી ડામોર,ડાંગ જિલ્લા પંચાયતનાં આરોગ્ય સમિતિનાં અધ્યક્ષ મયનાબેન બાગુલ,લીંગાનાં રાજવી છત્રસિંહ સૂર્યવંશી,આહવા તાલુકા કારોબારી ચેરમેન વિજયભાઈ ચૌધરી, ગલકુંડ રેંજનાં આર.એફ.ઓ બી.ઓ.પરમાર સહિત મંડળીઓનાં પ્રમુખ મંત્રી,લાભાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા..





