
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ગુજરાતનું પ્રવાસન સ્થળ ગિરિમથક સાપુતારા ખાતે આવેલ જૂનું બસ સ્ટેશન જર્જરિત અવસ્થામાં હોવાથી પ્રવાસીઓની સગવડતા માટે નવા બસ સ્ટેશનનાં બાંધકામ માટે ગુજરાત સરકાર 2 કરોડ જેવી માતબર રકમ ફાળવતાં નવા બસ સ્ટેશાન નું બાંધકામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે ત્યારે અહીં એસ.ટી.વિભાગના અણઘડ વહીવટને કારણે હંગામી બસ સ્ટેશનની સુવિધા ઉભી ન કરવામાં આવતા બસો ની રાહ જોઇને ઉભેલા પ્રવાસીઓ માટે બેસવાની કોઈ સુવિધા ન રહેતા તોબા પોકારી ઊઠ્યા છે..જ્યારે નવસારી, વલસાડ, ચિખલી અને વાંસદા જેવા સ્થળોએ નવા બસ સ્ટેશન બનાવવામાં આવ્યા ત્યારે બાંધકામ શરૂ કરાવતા પહેલા પ્રવાસીઓને બેસવા માટે અલગ હંગામી બસ સ્ટેશન બનાવી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી પરંતુ અહીં હંગામી બસ સ્ટેશન ન બનાવવામાં આવતા પ્રવાસીઓમાં મુશ્કેલીઓ સર્જાય રહી છે પ્રવાસીઓ રસ્તા ઉપર થેલા લઇને ઉભા રહેવાની નોબત ઊભી થવા પામી છે. હાલમાં બની રહેલા બસ સ્ટેન્ડની બાજુમાં વિશાળ ખાલી જગ્યા હોવા છતાં ત્યાં હંગામી બસ સ્ટોપની સુવિધા ઉભી ન કરાતા બસો જાહેર માર્ગો પર ઉભી રહે છે. જેના કારણે પ્રવાસીઓમાં અકસ્માત થવાનો ભય ઉભો થયો છે. જેથી પ્રવાસીઓની મુશ્કેલીઓને ધ્યાને લઇ તાત્કાલિક ધોરણે હંગામી બસ સ્ટોપની સુવિધા ઉભી કરવામાં આવે એવી લોક માંગ ઉઠી છે.





