
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લા માં હાલ જિલ્લા પચાયતની એકટર્મ પુરી થવાની છે જિલ્લા પચાયત પ્રમુખ મંગળભાઈ ગાવિત બાદ હવે નવા મહિલા પ્રમુખ કોણ બનશે તેની ધમાસાણ ચાલી રહી છે ડાંગ જિલ્લા એપીએમસી ચુંટણી માં પણ ખેચતાણ જોવા મળી હતી જિલ્લા પચાયત માં મહિલા પ્રમુખની અઢી વર્ષની ટર્મ હોય પ્રમુખપદ માટે અને વિવિધ સમિતિઓ માટે મોટાગજાનાં રાજકારણીઓ પોતપોતાનો પક્ષ મુકી રહયાં છે મહિલા પ્રમુખનાં મુખ્ય દાવેદાર નિર્મળા સુભાષભાઈ ગાઈન છે અન્ય દાવેદાર હેતલ શાંતારામ ચૌધરી, નિર્મળા જગદીશ છે જયારે બાધકામ સમિતિનાં દાવેદાર ચંદરભાઈ ગાવિત અને હરિશભાઈ બચ્છાવ છે
<span;> આજરોજ સાપુતારા ડાંગ જિલ્લાનાં પ્રભારીમંત્રી કુંવરજીભાઈ હળપતીની અધ્યક્ષતાં અને ગુજરાત નાયબ દંડક વિજયભાઈ પટેલની હાજરીમાં સાપુતારા માં ડાંગ જિલ્લા નાં વિકાસ કામોની સમીક્ષા બેઠક યોજાઈ હતી જેમાં આયોજન અને પ્રાયોજના અને જિલ્લા-તાલુકા પચાયત કામો બાબતે નાયબ દંડક વિજયભાઈ પટેલ અને જિલ્લા પચાયત પ્રમુખ મંગળભાઈ ગાવિત યોજનાકીય કામો માં પોતાનાં મળતિયાઓને આપતાં હોવાનું એકબીજા પર આક્ષેપ કરી ઊગ્ર બોલાચાલી થઈ હતી જેથી વાતાવરણ ગરમાયું હતું
અગામી દિવસોમાં ડાંગ એપીએમસી ચુંટણીમાં ભાજપ વિરુધ્ધ પ્રચાર કરનારા ડાંગ જિલ્લા પચાયતનાં માજી પ્રમુખ અને બે જિલ્લા પચાયતનાં સભ્યો સામે ભાજપ પક્ષ કડક કાર્યવાહી કરી સંસ્પેન્ડ તલવાર લટકી હોવાનું વિશ્વસનીય સુત્રો પાસેથી માહિતી મળી છે





