
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
આદિવાસી સમાજની માસૂમ દીકરીનું અપહરણ કરીને અને બળાત્કાર પછી હત્યાનો પ્રહાર કરવામાં આવેલ છે આ આરોપીને ફાંસીની સજા કરવાની માંગ સાથે ભારતીય ટ્રાયબલ ટાઈગર સેના ડાંગ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યુ…
ડાંગ જિલ્લા ભારતીય ટ્રાયબલ ટાઈગર સેના દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને સુબિર મામલતદારને આવેદનપત્ર પાઠવી જણાવ્યુ હતુ કે સુરત જિલ્લાનાં સુરત સિટી ઈચ્છાપોર વિસ્તારમાં નવનિર્મિત બિલ્ડિંગમાં મજૂરી કામ માટે મધ્યપ્રદેશનો પરિવાર રહેવા માટે આવ્યો છે.તેમની 4 વર્ષની દીકરી રાનુબેન મછાર રાત્રે અજાણ્યા નરાધમનાં હેવાનિયતનો શિકાર બની ગઈ હતી.અહીથી આરોપી બાળકીનું અપહરણ કરી ઝાડીવાળા એકાંત જગ્યા પર લઈ ગયો હતો.અને બાળકી સાથે ક્રૂરતાથી બળાત્કાર કર્યો હતો.બાદમાં આરોપીએ તેની હત્યા કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.બાળકી લોહી લોહાણ હતી તે પોતાના પરિવારના રહેઠાણ પાસે રડતા રડતા આવતા તેનો પરિવાર જાગી ગયો હતો.રાત્રે આશરે 2 વાગ્યેનાં આસપાસ તેના પિતા દ્વારા 108 એમ્બુલન્સ બોલાવી તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ સુરત લઈ જવામાં આવી હતી.ત્યા ટ્રોમા સેન્ટરમાં દાખલ કરતા ત્યાનાં તબીબો તેની હાલત જોઈ અંચબીત થઈ ગયા હતા.તેમનુ હ્રદય પણ ધ્રુજી ઉઠ્યુ હતુ.બાદમાં ડોકટરોએ પોલીસને જાણ કરી કે બાળકી સાથે બળાત્કાર થયો છે. જાણ થતા જ પોલીસ દોડી આવી હતી.હાલમાં આ બનાવ બાદ બાળકીનાં પિતા તેના પરિવારને ચિંતા કોરી ખાય છે કે અમારી દીકરી બચસે કે નહી.આજથી આઠ,દશ મહિના પહેલા પણ સુરત જિલ્લાનાં ચોર્યાસી તાલુકાનાં કપલેટા ગામે (18)અઢાર મહિનાની આદિવાસી બાળકી સાથે બળાત્કાર ગુજારવાના આવ્યો હતો. તે બાળકી મૃત્યુ પામી હતી.હાલમાં પણ આ કેસ ચાલુ છે.આશરે 2,3, મહિના અગાઉ મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં મજૂરીકામ કરતા આદિવાસી પરિવારની 12વર્ષની દીકરી સાથે ભિમા ભરવાડ નામના શખ્સ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યો હતો.તેના શરીરે નરાધમે બચકા ભર્યા હતા.પરિવારે હળદવા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોધાવી હતી.જેનો પણ નિકાલ થયો નથી.ચારેક દિવસ અગાઉ સુરત આવી રહેલી દીકરી સાથે ચાલુ ટ્રેનમાં અજાણ્યા ઈસમો દ્વારા બળાત્કારની કોશિસ કરી હતી. તેમનો વિરોધ કરતા પીડિત અને તેના પરિવારને ચાલુ ટ્રેનમાંથી ફેંકી દેવામાં આવ્યા હતા.જ્યારે બે દિવસ અગાઉ એક વ્યક્તિ દ્વારા સ્કૂલની છોકરીની છેડતી કરી તેને જાહેરમાં ચુંબન કરવામાં આવ્યુ હતુ. જેથી સ્ટુડન્ટસ દ્વારા જાહેરમાં મેથીપાક ચખાડ્યો હતો.આમ રાજ્યમાં અવાર નવાર આવી ઘટનાઓ બનતી આવી છે.આ દેશની બેટીઓ કોઈપણ પ્રકારે સુરક્ષિત નથી.ગુજરાત રાજ્યનાં ગૃહમંત્રીના સ્થાનિક વિસ્તારમાં પણ આવી ઘટનાઓને નરાધમો અંજામ આપતા હોય છે.પરંતુ કોઈ પણ એક શબ્દ બોલવા તૈયાર નથી.દેશના બંધારણીય કાયદાઓનું આવા નરાધમોને કોઈપણ પ્રકારની બીક નથી.આ બાબતે અમારી ભારતીય ટ્રાયબલ ટાઇગર સેનાની માંગ છે. કે આવા આ ચાર વર્ષની બાળકીના અપરાધી તેમજ અન્ય બનાવોના અપરાધીઓને પણ તુરંત જ ફાંસીની સજા આપવામાં આવે.આ બાબતે જો આ બાળકીઓનાં આદિવાસી પરિવારને ન્યાય ન મળે તો અમે ભારતીય ટ્રાયબલ ટાઇગર સેના ગુજરાત દ્વારા અમારા ભગવાન બિરસા મુંડાના માર્ગે આંદોલન કરીશુ.જેની નોંધ લેશો અને જે કંઈ પણ થશે તેની જવાબદારી જે તે અધિકારીઓની રહેશે..