
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર અનુસાર ડાંગ જિલ્લાના તાલુકા કક્ષાના યુવા ઉત્સવ માં વઘઈ તાલુકા યુવા ઉત્સવ સરકારી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા, સાકરપાતાળ ખાતે યોજાયો હતો.
આ કાર્યક્રમનું ઉદઘાટન મહાનુભવોના હસ્તેે દિપ પ્રાગટય દ્રારા શરૂઆત થઈ. પ્રાર્થના, સ્વાગત ગીત સાથે આ પ્રસંગે ભાજપા પાર્ટી પ્રમુખશ્રી કિશોરભાઈ ગાવિત, વધઈ તાલુકા ઉપ પ્રમુખશ્રી બળંવતભાઈ, શિક્ષણવિદ પ્રચાર્ય ડો. ભગુભાઈ રાઉત, અગ્રણી ડો. શ્રી સોનવણે, પ્રા.શા. આચાર્ય સુનંદાબેન તથા વિવિધ શાળાના શિક્ષકો, કલાકારો, ડાંગ જિલ્લા યુવા પ્રાંત વિકાસ અધિકારી શ્રી રાહુલભાઈ તડવી, નિવૃત્ત ગ્રંથપાલ શ્રી દત્તાત્રેય મોરે તથા ડાંગ કલા યુવક મંડળના પ્રમુખ ગૌરવ કટારે હાજર રહી કાર્યક્રમની શોભા વધારી કલાકારને પ્રોત્સાહિત કર્યા હતા.
આ કાર્યક્રમમાં વકૃત્વ, નિબંધ, ચિત્ર, સર્જનાત્મક કારીગરી, પાદપૂર્તિ, ભજન, લોકગીત, એકપાત્ર અભિનય, દૂહા-છંદ-ચોપાઈ, ગઝલશાયરી લેખન, કાવ્ય લેખન, લોકવાર્તા, લગ્નગીત, હળવું કંઠય સંગીત, લોકવાધ સંગીત, સમૂહગીત, વગેરે 15 કૃતિઓમાં અ- બ- ખુલ્લા વિભાગમાં 45 કૃતિના 180 કલાકારોએ ભાગ લીધો. તાલુકા વિજેતા પ્રથણ ત્રણ જિલ્લા કક્ષાએ ભાગ લેશે.
આ કાર્યક્રમનું સંચાલન શિક્ષક શ્રીયોગેશભાઈ ટંડેલ કર્યુ. આ કાર્યક્રમ વધઈ તાલુકા કન્વીનર આચાર્ય ડો. શ્રીમતિ ફાલ્ગુનીબેન પટેલના માર્ગદર્શનમાં યોજાયો હતો.





