DANG

ડાંગ: વઘઇ તાલુકા કક્ષાની મીલેટ્સ વાનગી સ્પર્ધા યોજાઈ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
આઇ.સી.ડી.એસ મહિલા અને બાલ વિકાસ વઘઇ ઘટક ૨ નાં સી.ડી.ઓ”શ્રી અન્ન મીલેટ્સ” વાનગી હરીફાઈ યોજવા માં આવી હતી. જેમાં તાલુકા સદસ્ય જસવંતભાઈ સોલંકી પ્રતિનિધિ તાલુકા સદસ્ય પ્રકાશભાઈ પટેલ, ભાજપ તાલુકા પ્રમુખ પંકજભાઈ પટેલ,તાલુકા પંચાયત સ્ટાફ,મુખ્ય સેવિકા બહેનો,આઇ.સી.ડી.એસ સ્ટાફ વઘઇ,ન્યૂટ્રીશન આસીસ્ટન્ટ વઘઇ, વર્કર બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ વાનગી સ્પર્ધામાં સેજા કક્ષાની વાનગી હરીફાઈમાં ૧ થી ૩ મેળવેલ બહેનો એવા ૧૫ બહેનો એ ઘટક કક્ષાની વાનગી હરીફાઈ માં ભાગ લીધો.જેમાં વર્કર બહેનો દ્વારા મીલેટ્સ માંથી બનતી અલગ અલગ વાનગીઓ બનાવી લાવ્યા હતા.જેમાં પ્રથમ ક્રમે મીતાબેન પી.ચૌધરી, દ્વિતીય ક્રમે લીલાબેન એમ.રાઉત, તૃતીય ક્રમે નીલમબેન એસ.ભોયે એમ ત્રણેય  વિજેતા બહેનોને પ્રોત્સાહન રૂપે ભેટ એનાયત કરવામાં આવી હતી.કાર્યક્રમમાં ઉપસ્થિત પદાધિકારીઓ અધિકારીશ્રી ઓ દ્વારા જાડા ધાન્ય અને મીલેટ્સ ના મહત્વ અને પોષકતત્ત્વો વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.

[wptube id="1252022"]
Back to top button