
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લાનાં વઘઈથી સાપુતારાને જોડતા આંતર રાજ્ય ધોરીમાર્ગનાં જોખમી સ્થળોએ અગાઉ કાયમ જ અકસ્માત સર્જાતા હતા.તેવામાં સાપુતારાથી વઘઇને જોડતા આંતર રાજય ધોરીમાર્ગમાં અકસ્માતોની સંખ્યામાં ઘટાડો નોંધાય તે માટે ડાંગ જિલ્લા માર્ગ મકાન વિભાગ દ્વારા ઠેરઠેર રોલર ક્રેશ બેરિયર સિસ્ટમ લગાવી છે.ડાંગ જિલ્લાનાં સાપુતારા-વઘઇ માર્ગ પર વાહન ચાલકોની સલામતી અને સુખાકારી માટે રોડની સાઈડ પર લગાવેલ રોલર ક્રેશ બેરિયર સિસ્ટમ સફળ સાબિત રહી છે.રોલર ક્રેશ બેરીયર અકસ્માત વેળાએ વાહનને પાછુ રસ્તા પર લાવી દેતા મોટી દુર્ઘટનાઓ ટળી હતી.જોકે ગતરોજ આહેરડી નજીક રોડની સાઈડ પર લગાવેલ રોલર ક્રેશ બેરીયરમાં આગ લાગી ગઈ હતી.ત્યારે અહી ધુમાડાના ગોટે ગોટા હવામાં જોવા મળ્યા હતા.અને સ્થળ પર આગ લાગવાને કારણે રોલર ક્રેશ બેરીયર બળીને ખાખ થઈ જવા પામ્યા હતા.ત્યારે આગની ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે.અહી આગ જંગલમાંથી પ્રસરીને લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે.અથવા તો કોઈક ઈસમ દ્વારા રોલર ક્રેશ બેરીયર નજીક ઝાડીમાં જાણી જોઈને આગ લગાવવાનું કૃત્ય કર્યુ હોઈ શકે છે.જેથી તંત્ર દ્વારા યોગ્ય તપાસ હાથ ધરવામાં આવે તે જરૂરી બની ગયુ છે.આ બાબતે ડાંગ જિલ્લા સ્ટેટ વિભાગનાં કાર્યપાલક ઈજનેર એમ.આર.પટેલ દ્વારા જણાવ્યુ હતુ કે આહેરડી-શિવારીમાળ નજીક રોલર ક્રેશ બેરીયરમાં આગ લાગી હોવાનું ધ્યાનમાં આવ્યુ છે.આ આગ કઈ રીતે લાગી છે તે જાણવા મળ્યુ નથી.જેની અમોએ તપાસ હાથ ધરી છે. વધુમાં ટૂંક સમયમાં બળી ગયેલ રોલર ક્રેશ બેરીયરને બદલીને નવાની કામગીરી હાથ ધરવામાં આવશે..





