
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
દરેક સમાજ એક સંગઠિત થાય તે હેતુથી વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા દરેક ઘર સુધી અયોધ્યામાં પૂજિત અક્ષત તથા પત્રક, ફોટાઓ પહોંચાડવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે.તેમજ ઉતિષ્ઠ ડાંગનું આયોજન કરવામાં આવ્યું.ઇ.સ.1925નાં વર્ષથી શરૂ કરવામાં આવેલ સંઘ યાત્રા શતાબ્દી વર્ષ નજીક પહોંચી ગઈ છે. ત્યારે સૌ એક જૂથ થાય અને એકત્રિત થાય તે હેતુથી ઉતિષ્ઠ ડાંગ અંતર્ગત આહવા ખાતે ગીતાંજલી વિદ્યા મંદિરની બાજુના મેદાનમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો
આ કાર્યક્રમમાં રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ – ડાંગ જિલ્લાનાં કાર્યક્રમનાં પ્રમુખ પૂજ્ય પીપી સ્વામીજી(માલેગામ), મુખ્ય વક્તા શૈલેષભાઈ પટેલ પ્રાંત કાર્યવાહ ગુજરાત પ્રાંતની ગરીમામઈની ખાસ ઉપસ્થિતિ જોવા મળી હતી.કાર્યક્રમમાં આવનારા 22/01/2024નાં રોજ અયોધ્યા ખાતે પ્રભુ શ્રીરામના મંદીર પ્રાણપ્રતિષ્ઠાનના ઐતિહાસિક કાર્યક્રમને લઈ વિશ્વ હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા 1 થી 15 જાન્યુઆરી દરમિયાન ડાંગના દરેક ગામમા દરેક ઘર સુધી અયોધ્યામાં પૂજીત અક્ષત તથા પત્રક ,ફોટાઓ પહોંચાડવાના અભિયાનના અંતર્ગત સંતોના માર્ગદર્શન હેઠળ બેઠકો કરવામા આવી હતી.આ કાર્યક્રમમાં પથ સંચાલન આહવા નગરમાં પ્રસ્થાન કરવામા આવ્યો હતો.ત્યારે ગામની માતા – બહેનો દ્વારા તેના પર પુષ્પ વર્ષા કરવામાં આવી હતી.22 જાન્યુઆરી 2024નાં રોજ ભગવાન શ્રીરામની પ્રાણપ્રતિષ્ઠા સમારોહના ભાગરૂપે ડાંગના દરેક ગામોમા મંદિર કેન્દ્રીત કાર્યક્રમો કરી પોતાના ગામને જ અયોધ્યા બનાવવા ઉપસ્થિત સંતો અને અધિકારીઓ દ્વારા સ્વયંસેવકોને હાકલ કરવામા આવી હતી.તેમજ આ કાર્યક્રમમાં ડાંગ વિસ્તારના રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો વ્યવસાયિકો, સંતો, મહંતો,ગ્રામજનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો…





