AHAVADANG

ડાંગના કવિ ડો. જયંતીલાલ બારીસને રાજસ્થાનમાં “ભારત રત્ન બાબા સાહેબ આંબેડકર”એવોર્ડ એનાયત..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ
ડાંગ જિલ્લાના આદિવાસી  કવિ – લેખક અને સાહિત્યકાર ડો.જયંતિલાલ.બી.બારીસને “ભારત રત્ન ડો.બાબા સાહેબ આંબેડકર” એવોર્ડ નાગૌર – રાજસ્થાન  માં એનાયત કરવામાં આવ્યો. ભારત ભૂષણ મહંત ડો. નાનક દાસ જી  અખિલ ભારતીય કબીર મઠ પરંપરાગત સદગુરુ કબીર આશ્રમ સેવા સંસ્થાન મોટી ખાટું નાગૌર, રાજસ્થાન દ્વારા ડો.જયંતિલાલ. બી.બારીસ ને “ભારત રત્ન ડો.બાબા સાહેબ આંબેડકર એવૉર્ડ ” એનાયત કરવામાં આવ્યો.અને ડો.બાબા સાહેબ આંબેડકર ના જન્મ જયંતીના શુભ અવસર પર દેશમાં પ્રથમ વખત મહાપરિનિર્વાણ મહોત્સવમાં “ભારત રત્ન ડો.બાબા સાહેબ આબેડકર”એવોર્ડ માટે દેશનાં 66 મહાન હસ્તીઓની પસંદગી કરવામાં આવી છે. જેમાં ગુજરાત રાજ્યના ડાંગ જિલ્લાના કેશબંધ ગામના રહેવાસી અને વાપીની આર.કે.દેસાઈ કોલેજમાં આસીસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા આદિવાસી કવિ, લેખક અને સાહિત્યકાર ડો.જયંતિલાલ.બી.બારીસ ને નિર્ણાયક મંડળ દ્વારા “ભારત રત્ન ડો.બાબા સાહેબ આબેડકર” સન્માન – 2023 માટે પસંદગી કરવામાં આવી અને
ડૉ.જયંતીલાલ. બી. બારીસને આ એવૉર્ડ  નાગૌર-રાજસ્થાન ખાતે 14/04/2023 એપ્રિલ આયોજિત ભવ્ય સમારંભમાં આપવામાં આવ્યો.ડો.જયંતિલાલ ને આજ સુધી આંતરરાષ્ટ્રીય લેવલ પર 7 અને રાષ્ટ્રીય લેવલ પાર 9 એવોર્ડ મળી ચુક્યા છે. તેમના સાહિત્ય ક્ષેત્રે ખુબજ મોટું યોગદાન હોવાને કારણે તેમણે “ભારત રત્ન ડૉ. બાબા સાહેબ આંબેડકર ” એવૉર્ડ એનાયત કરવામાં આવ્યો.તેમના આજ સુધી 10 પુસ્તકો અને 42 આલેખ પ્રકાશિત થઈ ચૂક્યા છે અને વિશેષ ગૌરવ ની એ વાત છે કે તેઓ “નેપાળ-કાઠમંડુ”ખાતે અતિથિ વક્તા તરીકે પોતાનું વકતવ્ય આપી “આંતરરાષ્ટ્રીય ગૌરવ હિન્દી”થી સમ્માનિત થયા છે એ આદિવાસી સમાજ માટે ગૌરવ ની વાત છે.
સાહિત્ય ક્ષેત્રે અતુલનીય યોગદાન હોવાને કારણે કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી સી.આર.ચૌધરી ભારત સરકાર અને લંડન થી આવેલ ડો.પોરીન સોમની અને  ડાંગ જિલ્લાના સમગ્ર આદિવાસી સમાજ તથા શૈક્ષણિક વહીવટી તંત્રએ આ સિદ્ધિ મેળવવા બદલ ડો.જયંતિલાલ. બી.બારીસ ને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button