AHAVADANG

ડાંગ: માઉન્ટનમેન ભોવન રાઠોડ બીલીઆંબા પ્રા.શાળાની મુલાકાત લીધી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ
ડાંગ‌ ના માઉન્ટેનમેન તરીકે‌ ઓલખાતા ભોવાનભાઈ રાઠોડ એ બિલિઆંબા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી આ સ્કૂલે દેશના ગ્રીન યોર સ્કૂલ તરીકે દેશમાં પ્રથમ નમ્બર પ્રાપ્ત કરેલ છે .અને સ્પોર્ટસ માં પણ ઘણા બધા ગોલ્ડ મેડલો લાવેલા છે . માઉન્ટેનમેન ભોવાન્ રાઠોડ એ વિધાર્થીઓને જણાવ તા કહ્યું હતું કે પોતાના કામ ને પોતાનું લક્ષ બનાવીને કરવું જોઇએ તો એમાં જરૂરથી સફળતા મળેજ છે.માઉન્ટેનમેન ભોવાનભાઈ રાઠોડ એ બિલિઆંબા પ્રાથમિક શાળા પરિસર નું નિરીક્ષણ કર્યુ. અને શાળા ના આચાર્ય ,શિક્ષકો તથા બાળકોને મળ્યા. બાળકો સાથે વાર્તાલાપ કર્યો .એમના જીવન માં થયેલા અનુભવોની વાત કરી.અને દરેક  બાળક જીવન માં આગળ વધે અને ખુબ જ મહેનત કરે એવા આશિરવચ્નો  દરેક બાળક ને પાઠવ્યા. આ સ્કૂલ માં   ૧ થી ૮ ધોરણ મા  કુલ 358  વિધાર્થીઓ અભ્યાસ કરતા છે. અને ધોરણ  ૯ થિ ૧૦ માં  ૯૭  વિધાર્થીઓ અભ્યાસ કરે છે . માઉન્ટેનમેન ભોવાનભાઈ રાઠોડ જણાવ્યું હતું કે
બિલિઆંબા  જેવી સ્કૂલ ની પ્રેરણા લઈને ડાંગ ની બધીજ સ્કૂલો બધેજ ક્ષેત્ર માં નંબર અને ગોલ્ડ મેડલો લાવે એવા પ્રયત્નો કરવા જોઇએ.

[wptube id="1252022"]
Back to top button