AHAVADANG

ડાંગ એક્સપ્રેસ દોડવીર મુરલી ગાવીત બેંગલુરુ ખાતે 10 કિમી દોડમાં ફરી ડાંગનો ડંકો વગાડ્યો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ એક્સપ્રેસનાં નામથી ઓળખ ધરાવનાર દોડવીર એવા મુરલી ગાવિતે TCS વર્લ્ડનાં 10 કિમીની દોડમાં બેંગલુરૂ ખાતે જીત મેળવી ફરી ડાંગનો ડંકો વગાડ્યો…
પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં ગોલ્ડન ગર્લ સરિતાબેન ગાયકવાડ બાદ ડાંગ એક્સપ્રેસ મુરલી ગાવીતનું નામ મોખરે છે.ડાંગ એક્સપ્રેસ તરીકે ઓળખાતા મુરલી ગાવીતે અગાઉ દોડની સ્પર્ધામાં અનેક ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવી રાજય તથા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.થોડા દિવસ પૂર્વે TCS વર્લ્ડ 10 કિમી બેંગલુરુ 2023ની દોડમાં ફિનિશ લાઇન પર ભારતીય એલિટમેન્સે વિજેતા બની દક્ષિણ ગુજરાતનું ગૌરવ વધાર્યુ છે. ડાંગ એક્સપ્રેસ તરીકે ઓળખાતા મુરલી ગાવિતે ફરી એક વખત આદિવાસી સમાજનું અને દેશને ગૌરવવંત બનાવ્યુ છે.ડાંગ એક્સપ્રેસ મુરલી ગાવિતે આ દોડ 29.58.03નાં સમયમાં જ પૂર્ણ કરીને પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો હતો.જ્યારે હરમનજોત સિંહે 29:59.10ના સમય સાથે બીજું સ્થાન મેળવ્યુ હતુ.તેમજ ઉત્તમ ચંદે 29:59.24ના સમય સાથે ત્રીજા સ્થાને રહ્યો હતો.આ દોડમાં અંતિમ બે કિલોમીટરમાં નોંધપાત્ર ફેરફાર થયો હતો. કારણ કે હરમનજોત સિંહ અને મુરલી ગાવિત જેવા ખેલાડીઓ ગિયરમાંથી પસાર થયા હતા.અને હરીફાઈને વાયર પર લઈ ગયા હતા. મુરલી ગાવિતે હોમ સ્ટ્રેચમાં પાવર કર્યો અને હરમનજોત સિંહ અને ઉત્તમ ચંદથી આગળ રહી પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો.આ દોડનાં વિજેતા એવા ડાંગ એક્સપ્રેસ મુરલી ગાવિતે જણાવ્યુ હતુ કે મે છેલ્લે 2015માં વર્લ્ડની નેશનલ રમતમાં 10 કિમીની દોડમાં ભાગ લીધો હતો.પરંતુ મારા માટે હવામાન અને વાતાવરણનો બહુ ફરક પડતો ન હતો. હું  હાલમાં સારી તાલીમ લઈ રહ્યો છું.જોકે આ જીત મારી અંગત સર્વશ્રેષ્ઠ નથી.પરંતુ હું અગામી દિવસોમાં દેશ અને રાજ્ય માટે મોટી જીત મેળવી સમાજ અને દેશને સન્માન આપવા માંગુ છું..

[wptube id="1252022"]
Back to top button