
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ
ડાંગ જિલ્લાનાં મુખ્યમથક આહવા ખાતે ડાંગ જિલ્લા યુવક કોંગ્રેસ સમિતિ અને ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર કરીને તેમની પુણ્યતિથિ નિમિતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.આ પ્રસંગે કૉંગ્રેસ યુવક પ્રમુખ રાકેશભાઈ પવારે જણાવ્યુ હતુ કે હાલ દેશમાં કોંગ્રેસ પક્ષ દ્વારા શરૂ કરાયેલ કન્યાકુમારીથી કાશ્મીર સુધીની ભારત જોડો યાત્રાને ખુબજ અભુતપૂર્વ પ્રતિસાદ મળી રહેલ છે.દેશના દરેક ક્ષેત્ર, ધર્મ, જાતિના લોકો આ યાત્રામાં જોડાઈને દેશને સંગઠિત કરવા માટે આ રાષ્ટ્રવ્યાપી યાત્રામાં જોડાઈને ભારતને એક કરવાનો પ્રયત્ન કરી રહયા છે. દેશમાં ચાલી રહેલ નફરતની રાજનીતિ દૂર કરવા, ભાઈચારાની ભાવના, દેશની અખંડિતતા, સમાનતાને સુનિશ્ચિત કરવા માટે આ યાત્રા ખુબ જ મહત્વની સાબિત થઈ રહી છે.આ યાત્રાનાં સમાપનનાં ભાગરૂપે તારીખ 30મી જાન્યુઆરીને સોમવારના રોજ સવારે 11 વાગ્યે ડાંગ જિલ્લા યુવક કોંગ્રેસ સમિતિ અને ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ નિમિતે આહવા મહાત્મા ગાંધી ઉદ્યાન ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને ફુલહાર કરીને તેમના જીવનને યાદ કરવામાં આવ્યુ હતુ.જેમાં ડાંગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મોતીલાલ ચૌધરી, ડાંગ જિલ્લા યુવક કોંગ્રેસનાં પ્રમુખ રાકેશ પવાર, એસ.ટી સેલના પ્રમુખ હરીશ ચૌધરી, મનીષ મારકણા, લતા ભોયે, સ્નેહલ ઠાકરે તથા મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા…





