
વાત્સલયમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
બરમ્યાવાડ પ્રાથમીકશાળા ની મુલાકાત લઈ શાળાની પ્રોટેશકન વોલ અને મધ્યાહન ભોજન માટેના શેડ પ્રશ્નનો તાત્કાલિક હલ
ડાંગ જિલ્લા પ્રભારીમંત્રી કુંવરજીભાઇ હળપતિ પોતાના નિર્ધારિત કાર્યક્રમ પહેલા અંતરિયાળ વિસ્તાર બરમ્યાવાડ પ્રાથમિક શાળાની આકસ્મીક મુલાકાતે પહોંચ્યા. સરકારની યોજના મુજબ શાળામાં ચાલતા શૈક્ષણિક કાર્ય ને જોઈને મંત્રી પ્રભાવિત થયા હતા. શાળાની પ્રોટેકશન વોલ અને મધ્યાહન ભોજન શેડ તાત્કાલિક મંજુર.
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ એ રાજ્યના દરેક મંત્રીઓને બોર્ડર વિલેજની શાળાની ફરજીયાત મુલાકાત લેવાની આપેલ સૂચના મુજબ, ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી એવા આદિજાતિ વિકાસમંત્રી કુંવરજીભાઇ હળપતિ આજે ડાંગ જિલ્લાની મુલાકાતે હોય તેમના નિર્ધારિત કાર્યક્રમ પહેલા ગુજરાત મહારાષ્ટ્રની હદ મા આવેલ આહવા તાલુકાના બરમ્યાવાડ ખાતે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાત લીધી હતી જ્યાં શાળાના બાળકો, આચાર્ય, સ્ટાફ અને એસેમસી સભ્યો સાથે મુલાકાત લઈ ચર્ચા કરતા શાળાની કમ્પાઉન્ડ વોલ તૂટેલી હોવાનું જાણવા મળ્યું હતું. જેના માટે મંત્રીએ તાત્કાલિક ડીઇઓ અને ડીપીઓ ને મંજુર કરવા સૂચના આપી હતી સાથે મધ્યાહન ભોજન નો શેડ પણ મંત્રીશ્રી એ પોતાના નરેગા વિભાગ હેઠળ મંજુર કરી ને તાત્કાલિક કામ શરૂ કરવા સૂચના આપી હતી. મંત્રીશ્રી ની શાળા મુલાકાત દરમિયાન ધારાસભ્ય વિજય પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ મંગળ ગાવીય તેમજ અન્ય પદાધિકરીઓ હાજર રહ્યા હતા.





