DANGWAGHAI

Dang: વઘઈ ગ્રુપ ગ્રામ પંચાયત વિસ્તારમાં રામોત્સવને લઈને માંસ મટન ની દુકાનો બંધ રાખવા અપીલ કરાઈ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

આજરોજ 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન  શ્રીરામ લલ્લાના નવનિર્મિત મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે.ત્યારે ડાંગ જિલ્લાની વઘઈ ગ્રુપ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ સિંધુબેન મોહનભાઈ ભોંયે એ પોતાના લેટરપેડ પર લખી નોનવેજની તમામ દુકાન બંધ રાખવા માટે અપીલ કરી હતી. ભગવાન શ્રી રામ લલ્લાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ  નિમિત્તે વઘઈ ગ્રુપ ગ્રામ પંચાયત વિસ્તારમાં માંસ – મટન,માછલી,બિરયાની સહિતની નોનવેજની દુકાન બંધ રાખવા માટે ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા અપીલ કરવામાં આવેલ છે.

[wptube id="1252022"]
Back to top button