DANG

ડાંગ: મણીપુરમાં આદિવાસીઓ ઉપર અમાનુષી અત્યાચાર બાબતે કોંગ્રેસ સિમિતિએ આવેદનપત્ર આપ્યું

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

મણીપુરમાં આદિવાસીઓ ઉપર અમાનુષી ત્રાસ,અત્યાચાર રોકી આદિવાસીઓને રક્ષણ પુરૂ પાડવા બાબતે ડાંગ જિલ્લા કૉંગ્રેસ સમિતિનું રાષ્ટ્રપતિને સંબોધીને કલેકટરને આવેદનપત્ર પાઠવ્યુ…પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લા કૉંગ્રેસ સમિતિનાં પ્રમુખ મોતીલાલ ચૌધરીની આગેવાનીમાં કૉંગ્રેસનાં આગેવાનોએ રાષ્ટ્રપતિને સંબોધીને ડાંગ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જણાવ્યુ હતુ કે મણિપુરમાં આદિવાસીઓ ઉપર છેલ્લા અઢી મહિનાથી સવર્ણો જધન્ય અત્યાચાર ગુજારી રહ્યા છે.તથા જાન માલનું પણ નુકસાન કરી રહ્યા છે.અહી અત્યાચારની તમામ પરાકાષ્ઠા વટાવી દીધી છે.આવા અત્યાચાર તો મોગલ સલ્તનત વખતે કે બ્રિટિશ રાજ અંગ્રેજ શાસન કાળમાં પણ થયા નથી.હાલની સરકારમાં આદિવાસીઓ ઉપર અમાનુષી ત્રાસ આપવા માં આવી રહ્યો છે.આતંવાદીઓ પણ ના કરે એવું કૃત્ય આદિવાસી વિરોધી સંગઠનો દ્વારા આદિજાતિ ઉપર અત્યાચાર ગુજાર્યો છે.માસૂમ આદિવાસી દીકરીઓને નગ્ન કરી સરે જાહેર રોડ ઉપર સરઘસ કાઢીને નગ્ન પરેડ કરાવી ખેતરોમાં લઇ જઇને સામૂહિક દુષ્કર્મ આચરી બળાત્કાર કરી ને મોતને ઘાટ ઉતારવામાં આવે છે.હાલમાં આવી સેંકડો ઘટનાઓ બની છે.અને બની રહી છે.જેથીતેને રોકવામાં આવે.અને આવા જઘન્ય કૃત્ય,હત્યાકાંડ,કરનારા બળાત્કારીઓની તાત્કાલિક ધરપકડ કરી તેઓ સામે કાયદેસરની સખત કાર્યવાહી કરવા માટે અમો ડાંગ જિલ્લાનાં આદિવાસીઓની માંગ છે.વધુમાં કેન્દ્ર સરકાર,શાંતિ અને સલામતી બહાલ કરવામાં નિષ્ફળ રહેલ હોય જેથી મણીપુર સરકારને બરખાસ્ત કરી રાષ્ટ્રપતિ શાસન સ્થાપીને આદિવાસીઓને રક્ષણ પુરૂ પાડવામાં આવે તેવી માંગણી કરીએ છીએ.આદિવાસીઓ ઉપર સવર્ણ  કટ્ટર પંથીઓ દ્વારા છેલ્લા બે મહિનાથી ત્રાસ ગુજારવામાં આવી રહ્યો છે.મે 2023 મહિનાની 3જી તારીખનો એક વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે.તે યુ ટયુબ,ટ્વીટર,ફેસબુક ન્યૂઝ ચેનલો જેવાં દરેક માધ્યમોમાં પ્રસારણ કરવામાં આવ્યું છે.આવી  ઘટનાઓ ને ડાંગ જિલ્લાનાં આદિવાસીઓ સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ.અને આવી ઘટનાઓ તાત્કાલિક અસરથી બંધ થાય તેવા પ્રયત્નો રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારે કરવા જોઈએ તેમજ આ દોષિતો સામે કડક કાર્યવાહી કરી દાખલારૂપ સજા કરવા વિનંતી સાથે રજુઆત કરી હતી..

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button