
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સંચાલિત યોગ કોચ અને યોગ ટ્રેનરો દ્વારા તારીખ 15/6/2023 થી 20/06/2023 સુધી દરેક તાલુકા કક્ષાએ યોગ તાલીમ યોજાવામાં આવી હતી.
જેમાં વઘઇ તાલુકામા યોગ કોર્ડિંનેટર કમલેશ બી પત્રેકરે યોગ તાલીમ માટે યોગ ટ્રેનર સુમનબેન શંકરભાઈ ગાયકવાડને જવાબદારી સોંપી હતી. જેમાં તેઓએ પ્રાથમિક શાળા, આશ્રમ શાળા, પોલીસ જવાનો ને યોગની તાલીમ આપી હતી.
જેની ફળશ્રુતિએ વિશ્વ યોગ દિવસે તેઓના સંપર્કથી શાળાના બાળકો, પોલીસ જવાનો, વઘઈ મામલતદારના આદેશથી સ્ટાફ મિત્રો, પોલીસ ઇન્સ્પેક્ટર પી. બી. ચૌધરીના સહકાર થી 21 મી જુન યોગ દિવસે 2200થી વધારે લોકોએ યોગનો અભ્યાસ કર્યો હતો.
[wptube id="1252022"]