રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૨૧.૧૦.૨૦૨૩
હાલોલ નગરમાં આવેલ કલરવ શાળામાં નવરાત્રીના ઉત્સવ નિમિત્તે ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.ગરબાનું આયોજન નવરાત્રીના છઠ્ઠા નોરતે કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ તો શાળાના પ્રાંગણને કલાત્મક રીતે શણગારવામાં આવ્યો હતો. ત્યારબાદ ગરબાની મુખ્ય પ્રથા એટલે કે માંડવડી નું સ્થાપન કરી ગરબાની પૂજા કરવામાં આવી હતી .ત્યારબાદ ગરબા રમવાની શરૂઆત કરવામાં આવી હતી.જેમાં શાળાના બધા જ વિદ્યાર્થીઓ પારંપરિક પરિધાન ધારણ કરીને ઉપસ્થિત રહ્યા હતા. શાળાના બધા જ વિદ્યાર્થીઓને વર્ગવાર બોલાવીને ગરબા ગવડાવવામાં આવ્યા હતા અને શાળાના શિક્ષકોએ પણ પારંપરિક ભાતીગળ પરિધાન ધારણ કરીને વિદ્યાર્થીઓની સાથે ગરબા નો આનંદ માણ્યો હતો .આ નવરાત્રીના ભવ્ય ઉજવણીમાં શાળાના આચાર્ય ડો. કલ્પનાબેન જોષીપુરા અને શાળાના ટ્રસ્ટી હાર્દિકભાઈ જોષીપુરા ના માર્ગદર્શન હેઠળ શાળા ના શિક્ષકોના સાથ સહકારથી ખૂબ જ મહત્વનો બની રહ્યો હતો.










