DANG

ડાંગ: પોરબંદર ખાતે યોજાયેલ સમારોહમાં બોરખલ શાળાનાં શિક્ષિકાને સાંદિપની એવોર્ડ એનાયત…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ ગુરુપૂર્ણિમા ઉત્સવ 2023 અંતગર્ત તા.02/07/2023નાં રોજ રાજ્યનાં પોરબંદર ખાતે ગુરુ ગૌરવ એવોર્ડ સમારોહ યોજવામાં આવ્યો હતો.જેમાં ગુજરાત રાજ્યનાં તમામ જિલ્લામાંથી એવોર્ડ ચયન સમિતિ દ્વારા શ્રેષ્ઠ શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી.તેવામાં રાજયનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં આવેલ બોરખલ પ્રાથમિક શાળામાં સામાજીક વિજ્ઞાન ભણાવતા શિક્ષિકા સુલોચનાબેન ફકરુભાઈ કામડીને પણ એવોર્ડ માટે ચયન કરવામાં આવ્યા હતા.જે બાદ પોરબંદર ખાતે પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાનાં સાનિધ્ય હેઠળ શ્રેષ્ઠ શિક્ષકા તરીકેનો લાઇફ ટાઇમ અચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો હતો.અહી સાંદિપની એવોર્ડ પ્રાપ્ત કરીને ડાંગ જિલ્લાનાં બોરખલ પ્રાથમિક શાળાનાં શિક્ષિકાએ આહવા તાલુકા સહિત જિલ્લાનું નામ રોશન કરતા શિક્ષણવિદો અને વહીવટી તંત્રની ટીમે શુભેચ્છાઓ પાઠવી હતી…

[wptube id="1252022"]
Back to top button