
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં શામગહાન નજીકનાં વળાંકમાં કલુઝર જીપ ચાલકે બાઈકસવારોને અડફેટમાં લેતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો…
પ્રાપ્ત વિગતો અનુસાર વાંસદા તરફથી મહારાષ્ટ્રનાં પેઠ તરફ જઈ રહેલ કલુઝર જીપ.ન.એમ.એચ.14.સી.સી.9725 એ સાપુતારાથી શામગહાન થઈ વઘઇને જોડતા આંતરરાજય ધોરીમાર્ગનાં શામગહાન ગામ નજીકનાં નાહરી ધાબા પાસેનાં વળાંકમાં મોટરસાઈકલ.ન.જી.જે.15.બી.કે.1996ને અડફેટમાં લેતા ઘટના સ્થળે મોટરસાઈકલ પર સવાર વલસાડનાં બે યુવાનો ફંગોળાઈને માર્ગ પર પટકાતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતનાં બનાવમાં મોટરસાઈકલ ચાલક સહિત અન્ય એક સવારને માથાનાં,હાથનાં તેમજ પગનાં ભાગોએ ગંભીર ઈજાઓ પોહચતા તેઓને તાત્કાલિક સારવારનાં અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ શામગહાન બાદમાં આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી.આ અકસ્માતમાં મોટરસાઈકલને જંગી નુકશાન થયુ હતુ.જ્યારે કલુઝર જીપને પણ ચાલક સાઈડે નુકસાન થવા પામ્યુ હતુ…





