AHAVADANG

ડાંગ: શામગહાન રેંજનાં બીટગાર્ડે રોજમદારને માર મારતા કલેકટરને અરજ ગુજારી ન્યાયની માંગણી કરી…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ

ડાંગ જિલ્લાનાં શામગહાન રેંજનાં બીટગાર્ડે રોજમદારને માર મારતા બારીપાડાનાં ગ્રામજનોએ બીટગાર્ડ વિરુદ્ધ કલેકટર સહિત ઉચ્ચ અધિકારીઓને અરજ ગુજારી ન્યાયની માંગણી કરી…પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં બારીપાડા ગામનાં રાજુભાઈ લક્ષમણભાઈ ઝીરવાળ જેઓ શામગહાન રેંજમાં રોજમદાર તરીકે કામગીરી કરે છે.ગત તારીખ 10મીએ નાઈટ ડ્યુટીમાં બારીપાડા અને મુંરબી ગામ નજીકનાં ડોયમાળ કુંડા નજીક ફરજ પર ચાર કર્મીઓમાં રાજુભાઈ લક્ષમણભાઈ ઝીરવાળ, જીતેશભાઈ શ્રીરામભાઈ,ભાગચંદ્રભાઈ નવસુભાઈ,રાહુલભાઈ જયરામનાઓ હાજર હતા.તે દરમ્યાન અચાનક શામગહાન રેંજનાં વાંકી બીટમાં ફરજ બજાવનાર બીટગાર્ડ રાકેશભાઈ પવારે આવી કારણ વગર રોજમદાર રાજુભાઈ ઝીરવાળને ગાળો ભાંડી હતી.અને અહીથી શામગહાન રેંજમાં લઈ ગયો હતો.અને શામગહાન રેંજનાં રૂમમાં કેદ કરી ઢોર માર માર્યો હતો.અહી રોજમદારે બચાવો બચાવોની બુમો પાડવા છતાંય કોઈ મદદે આવ્યુ ન હતુ.અહી આ રોજમદારને વિના વાંકે બીટગાર્ડ રાકેશભાઈ પવારે ઢોર માર મારતા રોજમદારનાં પગે સોજો આવી જતા દવાખાનામાં સારવાર લેવી પડી હતી.આ બનાવની જાણ તેઓએ ગ્રામજનો સહિત આગેવાનોને કરતા આજરોજ શામગહાન રેંજ કચેરીએ ન્યાય માટે ગ્રામજનોનું લોકટોળુ ધસી આવ્યુ હતુ. આ સમગ્ર બનાવનાં મુદ્દે રોજમદારને ન્યાય અપાવવા માટે બારીપાડા ગામનાં ગ્રામજનો આગળ આવ્યા હતા.વધુમાં આજરોજ બારીપાડાનાં ગ્રામજનોએ ઢોર માર મારનાર બીટગાર્ડ રાકેશભાઈ પવાર વિરુદ્ધ કલેકટર તથા દક્ષિણ વન વિભાગનાં ડી.સી.એફ સહિત ઉચ્ચ કક્ષાનાં અધિકારીઓને અરજ ગુજારીને બે દિવસની અંદર કાનૂની કાર્યવાહીની માંગણી કરી છે.અને આ બાબતે તંત્ર દ્વારા જો યોગ્ય પગલા ન ભરવામાં આવે તો ન્યાય માટે ગ્રામજનો દ્વારા ગાંધી ચીંદયા માર્ગે આંદોલન સહિત ધરણા પ્રદર્શનની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે.આ બાબતે શામગહાન રેંજનાં ઇન્ચાર્જ આર.એફ.ઓ બી.ઓ પરમારે જણાવ્યુ હતુ કે આ બીટગાર્ડ અને રોજમદાર વચ્ચેની મારા મારીનો બનાવ મારા ધ્યાનમાં આવ્યો છે.અને આ બાબતેની જાણ મે મારા ઉપલા કક્ષાનાં અધિકારીને કરી છે.

[wptube id="1252022"]
Back to top button