AHAVADANG

ડાંગ જિલ્લાનાં સુબિર તાલુકામાં આયુર્વેદ હોસ્પિટલ દ્વારા આયુષ મેળાનો કાર્યક્રમ યોજાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા તમામ જિલ્લાઓમાં જાગૃતિ સભર કાર્યક્રમો કરવામાં આવી રહ્યાં છે.ત્યારે સાથે સાથે તાલુકા કક્ષાનાં આયુષ મેળાનું આયોજન કરવામાં આવી રહ્યુ છે.સૌપ્રથમ કાર્યક્રમને અનુલક્ષી જિલ્લા પંચાયત પ્રમુખ મંગળભાઈ ગાવીત ,ભાજપ પાર્ટી પ્રમુખ દશરથભાઈ પવાર અને આમંત્રીત મહેમાનોનાં હસ્તે દિપપ્રાગટય કરવામાં આવ્યુ હતુ.અહી વકતાઓએ આયુર્વેદમાં સરકારનું લક્ષ્ય તેમજ તંદુરસ્ત જીવન માટે આયુર્વેદનો ઉપયોગ અંગે સૌ કોઈને માહિતગાર કર્યા હતા.આ સભામાં મહેમાનોનું સ્વાગત,લાભાર્થીઓને આયુષ કિટ ભેટ કરવી તેમજ યોગ ટ્રેનર દ્વારા યોગ કરી ઉપસ્થિત તમામને પ્રેરિત કર્યા હતા.આ આયુષ મેળામાં દિનચર્યા, ઋતુચર્યા, રોજીંદો ખોરાક, ઔષધ તરીકે ઉપયોગમાં આવતી વનસ્પતિ, મરી મસાલા, હઠિલા રોગનું નિવારણ કરવા વૈદ્ય પંચકર્મ, હોમિયોપેથી દવા, યોગ રોજિંદા જીવનમાં ખુબજ આવશ્યક છે.તેમજ આયુર્વેદ ઓપીડી જેમાં સ્ત્રીરોગ, બાળરોગ, ડાયાબીટીસ, બીપી, સાંધા, પેટ, ચામડી, શ્વસનતંત્રના રોગોનાં નિષ્ણાંત આયુર્વેદ ડોક્ટરોએ દર્દીઓની તપાસ કરી હતી.આયુષ આયુર્વેદ મેળાનાં કાર્યક્રમમાં આહવા આયુર્વેદ હોસ્પીટલનાં ડૉ.ભોયે તથા જિલ્લા,તાલુકાનાં પદાધિકારીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા…

[wptube id="1252022"]
Back to top button