
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ ડાંગ જિલ્લાનાં મહાલ ગામ નજીકનાં વળાંકમાં શેરડી કાપણીનાં મજૂરો ભરેલી ટ્રક માર્ગનાં સાઈડમાં ઉતરી જઈ ભેખડ સાથે ભટકાતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો…
પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ ધારીખેડા સુગર ફેક્ટરીનાં શેરડી કાપણીનાં મજૂરો ભરી પરત ડાંગ જિલ્લાનાં સુબિર તાલુકા તરફ આવી રહેલ ટ્રક જેનો મહાલ ગામ નજીકનાં વળાંકમાં ચાલક દ્વારા અચાનક સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા આ ટ્રક માર્ગની સાઈડનાં ખાડામાં ઉતરી જઈ ભેખડ સાથે ભટકાતા ઘટના સ્થળે ટ્રકની પાછળની કેબિનમાં સવાર મજૂરો જમીન પર પટકાતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આ અકસ્માતનાં બનાવમાં સીમગુબેન તથા સામુભાઈ રે.પોળશમાળ તેમજ એલીશાબેન રે.ઉગાનાઓને શરીરનાં ભાગે ગંભીર ઈજાઓ પોહચી હતી.જ્યારે ટ્રકમાં સવાર અન્ય 20 મજૂરોને પણ નાની મોટી ઈજાઓ પોહચતા તેઓને તાત્કાલીક સારવારનાં અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હોવાની વિગતો સાંપડેલ છે..