
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ
પ્રાપ્ત વિગતો અનુસાર પૌરાણિક કાળનું દંડકારણ્ય વન એટલે હાલનો ડાંગ જિલ્લો.આ દંડકારણ્ય વન તરીકે ઓળખાતા આજનાં ડાંગ જિલ્લામાં પૌરાણિકાળમાં ભગવાન શ્રીરામે પાવન પગલા પાડી આ ધરાને પવિત્ર કરી હોવાનાં અંશો મળી આવે છે.પ્રભુ શ્રીરામની સાથે ડાંગ જિલ્લાનું અંજનકુંડ હનુમાનજીનાં જન્મસ્થળ તરીકે વિખ્યાત જોવા મળે છે.જેની કથા જાણીએ તો ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં સમાવિષ્ટ અંજનકુંડ ગામે પૌરાણિક કાળ દરમ્યાન માતા અંજની વસવાટ કરતા હતા.અને માતા અંજની ભગવાન શિવજીનાં ઉપાસક હતા.માતા અંજનીએ ભગવાન શિવજીની તપસ્યા કરી પ્રસન્ન કર્યા ત્યારે ભગવાન શિવજીએ તેણીને વરદાન માંગવા કહયુ હતુ. તે વેળાએ માતા અંજનીએ ભગવાન શિવજીને પોતાનાં પુત્ર તરીકે જન્મ લેવાનું વરદાન માગ્યુ હતુ અને ભગવાન શિવજીએ વરદાન આપ્યાનાં થોડા સમયબાદ માતા અંજનીનાં કુખે જે બાળકનો જન્મ થયો તે “હનુમાનજી” ભગવાન શિવજીનો વંશ,તેથી આ ડાંગ જિલ્લાનું અંજનકુંડ ધામ ભગવાન હનુમાનજીનાં જન્મસ્થળ તરીકે વિખ્યાત જોવા મળે છે.
અહી અંજનકુંડ નજીકનાં 1 કિલોમીટરનાં જંગલ વિસ્તારમાં અંજનીમાતાનાં નિવાસસ્થાનની ગુફા આજે પણ હયાત જોવા મળે છે.હિંદુ ધર્મનાં શ્રધ્ધાળુઓ માટે આ ડાંગનું અંજનીકુંડ ધામ હનુમાનજીનું જન્મસ્થળ આસ્થાનું પ્રતિક હોવાનાં પગલે અહી ભગવાનનાં સ્થાનકે માથુ ટેકવવા અને માનતા પુરી કરવા માટે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતનાં અનેક જિલ્લાઓમાંથી પગરવ જોવા મળી રહે છે,ચોમાસાની ઋતુમાં આ ભગવાન હનુમાનજીનાં જન્મ સ્થળે ચોતરફ ડોહળા પાણીનાં નીર જોવા મળી રહે છે.ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં અંજનકુંડ ગામમાં આવેલ હનુમાનજીનું મંદિર એકદમ નાનકડુ છે.પરંતુ શ્રધ્ધાળુઓ માટે અંજનીપુત્ર પાવનધારી હોય જેથી ભાવિક ભક્તો અચૂક મુલાકાત લઈ દર્શનનો લ્હાવો મેળવી ધન્યતા અનુભવે છે..





