
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ
પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ તલાટીની પરીક્ષા હોય જેથી રાજ્યનાં એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા એસટી બસો દોડાવી હતી.જેમાં આજરોજ વલસાડ એસટી નિગમની એક્સ્ટ્રા એસટી બસ.ન.જી.જે.18.ઝેડ.2607 જે આહવાથી વઘઇને જોડતા રાજય ધોરીમાર્ગનાં શિવઘાટમાં ચાલક દ્વારા અચાનક સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા આ એસટી બસ માર્ગની સાઈડ સંરક્ષણ દીવાલ સાથે ભટકાઈને થંભી જતા મોટી દુર્ઘટના ટળી હતી.અહી સ્થળ પર એસટી બસ સંરક્ષણ દીવાલ સાથે થંભી જતા ઊંડી ખીણમાં ખાબકતા બચી ગઈ હતી.આ એક્સ્ટ્રા એસટી બસમાં ડ્રાઈવર અને કંડકટર હોય જેઓ સામાન્ય ઇજાઓ પોહચવાની સાથે તેઓનો ચમત્કારિક બચાવ થયેલ હોવાની વિગતો સાંપડેલ છે..
[wptube id="1252022"]





