
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ
ડાંગ જિલ્લાની એલ.સી.બી પોલીસની ટીમે આહવા નજીકથી બોલેરો ગાડીમાં કુલ ૨૯૫૨૦ રૂપિયાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો….
ડાંગ જિલ્લાનાં પોલીસ વડા રવિરાજસિંહ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ પ્રોહીબિશન અને જુગારબદીને ડામવા માટે ડાંગ જિલ્લાની એલ.સી.બી પોલીસ મથકનાં પી.એસ.આઈ જયેશભાઇ વળવીની ટીમે ગતરોજ આહવા પોલીસ મથકનાં હદ વિસ્તારમાં સઘન પેટ્રોલીંગ હાથ ધર્યુ હતુ. તે દરમ્યાન ડાંગ એલ.સી.બી પોલીસની ટીમને બોલેરો ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો વહન થઈ રહ્યાની બાતમી મળી હતી.જેથી ડાંગ એલ.સી.બી પોલીસની ટીમે આ બાતમીવાળી બોલેરોને આહવા નગર નજીક આંતરી પાડી તપાસ કરતા તેમાંથી જુદી જુદી બ્રાન્ડનો ભારતીય બનાવટનો કુલ ૨૯.૫૨૦ રૂપિયાનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો.હાલમાં ડાંગ એલ.સી.બી પી.એસ.આઈ. જે.એસ.વળવી દ્વારા ગેરકાયદેસર ૨૯૫૨૦ રૂપિયાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો તથા બોલેરો ગાડીની કિંમત 2 લાખ મળી કુલ ૨,૨૯,૫૨૦ રૂપિયાનો મુદામાલ કબજે કર્યો છે.હાલમાં ડાંગ એલ.સી.બી પોલીસની ટીમે આ દારૂનો જથ્થો વહન કરનાર બુટલેગરોમાં સોમનાથ ગમજ પવાર.રે.પીપલપાડા સુબિર, શૈલેષ ભાઈ કાશીરામભાઈ ચૌધરી, રે.પીપલાઈદેવી,ગમન જાનુ પવાર રે.પીપલપાડા સુબિરનાઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.જ્યારે આ ગુના જોડે સંકળાયેલ સંજયભાઈ ગમજભાઈ પવાર રે.પીપલપાડાને વોન્ટેડ જાહેર કરી શોધખોળ આરંભી છે..





