
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ
ડાંગ જિલ્લામાં સતત પાંચમા દિવસે વીજળીનાં કડાકા ભડાકા અને પવનનાં સુસવાટા સાથે કમોસમી માવઠુ પડતાં ખેડૂતોને માથે હાથ દઈ રડવાનો વારો આવ્યો છે.
ડાંગ જિલ્લાનાં સુબિર તાલુકામાં વાવાઝોડાએ એક શાળા તથા એક પરિવારનાં ઘરનાં પતરા ઉડાડી દીધા…
પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં સતત પાંચમા દિવસે કમોસમી માવઠાએ કહેર વર્તાવતા વાતાવરણ ચોમાસામય બની જવા પામ્યુ છે.ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં સતત પાંચ દિવસ સુધી કમોસમી માવઠું યથાવત રહેતા ડાંગી ખેડૂતોને જંગી નુકસાનની ભીતિ વર્તાઈ છે.મંગળવારે ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા,આહવા,સુબિર સહિત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકોમાં ગાજવીજ અને પવનનાં સુસવાટા સાથે કમોસમી વરસાદ પડતા સમગ્ર પંથકોનાં વાતાવરણમાં ઠંડકતાની શીત લહેર વ્યાપી જવા પામી હતી.ડાંગ જિલ્લામાં ગતરોજ આહવા તાલુકાનાં કામદ વિસ્તારમાં મીની વાવાઝોડુ ફુકાયુ હતુ. જેના પગલે એક ઈસમના ઘરનાં પતરા જમીનદોસ્ત થયા હતા. આજરોજ સુબિર તાલુકાનાં ઝરી અને જામન્યા ગામ વિસ્તારમાં કમોસમી માવઠાની સાથે વાવાઝોડુ ફૂંકાતા પ્રાથમિક શાળા જામન્યા તથા ઝરી ગામનાં મુકેશભાઈ બાગુલનાં ઘરનાં પતરા ઉડાડીને જમીનદોસ્ત કરી દેતા જંગી નુકસાન થયુ છે.ડાંગ જિલ્લામાં મૌસમનાં મિજાજમાં ખેડૂતોને માથે હાથ દેવાનો વારો આવ્યો છે.ગિરિમથક સાપુતારા ખાતે સતત પાંચમા દિવસે કમોસમી માવઠું વર્તાતા જોવાલાયક સ્થળોનું વાતાવરણ મનમોહક બની જવા પામ્યુ હતુ..





