AHAVADANG

ડાંગના બાળકોનો શૈક્ષણિક પ્રવાસમાં અભિનેત્રી મિસ કરિશ્મા

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ શ્રીરાધવ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ, નવસારીના શ્રી કેતનભાઈ અને નિવૃત્ત બેંક મેનેજર શ્રી ભરતભાઈ દેસાઈ આયોજિત ડાંગ જિલ્લાના ડોન હિલ સ્ટેશનની પ્રાથમિક શાળા, બોરથરા, બહેડાનામાળ, ડોન, જામનહુંડા, નારીઆંબાની પાંચ પ્રાથમિક શાળા પરિવારના ૮૦ બાળકો માટે બે દિવસીય શૈક્ષણિક જ્ઞાનવર્ધક પ્રવાસ નવસારીના આંગણે યોજેલ છે. તેઓ ચીખલી, બીલીમોરા, દાંડી થઈ નવસારી, સુરત માટેનો યોજાયો.

નવસારી ખાતે આવકાર કાર્યક્રમ માં નવસારીની ફિલ્મ ક્ષેત્ર ઝળહળતી ગુજરાતી, મરાઠી, હિન્દી, ભોજપુરી ફિલ્મની અભિનેત્રી મિસ કરિશ્મા મહસકે ઉપસ્થિતિ માં આયોજક દ્રારા ડાંગના ૮૦ બાળકોનું ચોકલેટ આપી સ્વાગત કર્યુ.
ઉપસ્થિત મહેમાનો દ્રારા દિપ પ્રગટીય કરી, ડાંગની પાંચ શાળાની ભાતિગળ સંસ્કૃતિને ઉજાગર કરતી ડાંગી ડાંસ, ફિલ્મી ડાંસ, સમુહ નૃત્ય, આજનો શિક્ષક ને વિધાર્થી કેવા તેનો ચિતાર આપતું નાટક નિહાળી, ફિલ્મની અભિનેત્રી મિસ કરિશ્મા સંબોધનથી પ્રોત્સાહિત કરી, શાળા પ્રમાણે મુલાકાત કરી ગ્રુપ ફોટા પણ લીધા.

[wptube id="1252022"]
Back to top button