
ભારતીય સંસ્કૃતિમાં કોઈપણ મનુષ્ય માટે ગુરૂનું વિશેષ સ્થાન હોય છે.ગુરૂપુણિઁમાના પવિત્ર દિવસે ભરૂચ-નમઁદા જીલ્લાના આત્મીય સમાજના આસ્થાના કેન્દ્રબિંદુ સમાન નેત્રંગના સ્વામીનારાયણ મંદિરે ગુરૂપુણિઁમાની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.પુજ્ય ભક્તિવલ્લભ સ્વામીએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે,કોઇપણ મનુષ્યનું જીવન ગુરૂના સાનિધ્ય વગર અધરૂ છું.ગુરૂના સાનિધ્યમાં રહેવાથી અને નિત્યક્રમ સત્સંગમાં જવાથી હરીભક્ત દાસના દાસ થવાય છે.ભરૂચ સાંસદ મનસુખભાઇ વસાવા જણાવ્યું હતું કે,પુજ્ય હરીપ્રસાદ સ્વામી સાથે સન્ ૧૯૯૫ મારી પહેલી મુલાકાત ખુમાનસિંહ વાંસીયાના નિવાસસ્થાને થઇ હતી.ત્યારે સ્વામીજીએ મનસુખભાઇ વસાવા તમારે આદિવાસી સમાજના કલ્યાણ માટે તમારે ઘણો પરીશ્રમ કરવો પડશે.મનુષ્ય અવતારના કલ્યાણ માટે ગુરૂ પોતાનું જીવન જીવે છે તેવું જણાવ્યું હતું.જ્યારે ઝઘડીયાના ધારાસભ્ય રિતેશભાઇ વસાવા,ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત ભરૂચ-નર્મદા જીલ્લાના વિવિધ તાલુકામાંથી મોટીસંખ્યામાં હરીભક્તો જોડાયા હતા.
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ