
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ
ડાંગ જિલ્લાનાં વઘઇ નગરનાં યુવાનને પ્રેમિકાને મળવા બાબતે માર મરાતા વઘઇ પોલીસ મથકે બે ઈસમો સામે ગુનો નોંધાયો….પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં વઘઇનાં રાજેન્દ્રપુરમાં રહેતા હાર્દિકભાઈ દિનેશભાઇ સૂર્યાનો પ્રેમ સંબધ બારખાંદિયા ગામની એક યુવતી જોડે હોય જેથી તેઓ બન્ને છેલ્લા બે વર્ષથી ફોન પર વાતચીત કરતા હતા.ગતરોજ યુવાન હાર્દિકભાઈ સૂર્યા અને મિત્ર નરેન્દ્ર મોટરસાયકલ પર સવાર થઈ ભુરભેંડી થઈ રાત્રીનાં અરસામાં બારખાંદીયા ગામે ગયા હતા.અને પ્રેમિકાને ફોન કરી ઘરથી થોડે દુર આંબાનાં વૃક્ષ પાસે મળવા બોલાવી હતી.અને આ બન્ને પ્રેમી પંખીડા રોડ સાઈડે વાતો કરતા હતા.તથા મિત્ર નરેન્દ્રભાઈ આંગણવાડી પાસે ઉભો હતો.તે દરમ્યાન પ્રેમિકાનો ભાઈ વિશાલ આવી પોહચ્યો હતો.અને અહી યુવતીને બે ત્રણ લાફા મારી આ યુવાનને લાકડાનાં દંડા વડે ફટકારી ઢીકા મૂકીનો માર મારેલ,તથા પ્રેમિકાનાં ભાઈએ પિતાને બોલાવી લઈ વધુ માર મારી હાથ પગ ભાંગી નાખવાની ધમકી આપી હતી.તથા બચાવવા આવેલ ફોઈનાં દીકરાની ગાડીનો કાચ પણ ફોડી નાખ્યો હતો.જેથી ઇજાગ્રસ્ત યુવાને પ્રેમિકાનાં ભાઈ વિશાલભાઈ સંતુભાઈ બિરારી તથા પિતા સંતુ બિરારી સામે વઘઇ પોલીસ મથકમાં ગુનો નોંધાવતા વઘઇ પોલીસની ટીમે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે…