
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં પોલીસ અધિક્ષક યશપાલ જગાણીયા તથા નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલનાં માર્ગદર્શન હેઠળ આહવા પોલીસ મથકનાં પી.એસ.આઈ.એ.એચ.પટેલ તથા પોલીસકર્મીઓની ટીમે લોકસભાની ચૂંટણીને લઈને પેટ્રોલિંગ હાથ ધર્યું હતુ.તે દરમિયાન આહવા પી.એસ.આઈ.એ.એચ.પટેલને ખાનગી રાહે બાતમી મળી હતી કે, પિપલપાડા ગામ ખાતે રહેતો ગમજભાઈ જાનુભાઈ પવારે ચિંચલી ગામની સીમમાં સુસેરની ખીણના ડેમ પાસે ઝાડીમા વિદેશી દારૂનો જથ્થો સંતાડેલો છે.અને આ વિદેશી દારૂનો જથ્થો તેના સગરીતો સાથે મોટરસાયકલ મારફતે સગેવગે કરવાની પેરવીમા છે.જે બાતમીના આધારે આહવા પોલીસની ટીમે ચિંચલી ગામની સીમમા સુસેરની ખીણના ડેમ પાસે રેડ કરી હતી.ત્યારે ઝાડીમાંથી પાસ પરમીટ વગરનો ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.જે બાદ આહવા પોલીસે સ્થળ પર હાજર ગમજભાઈ જાનુભાઈ પવારની અટકાયત કરી હતી.તેમજ સ્થળ પરથી કુલ 27,440/- નો દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.હાલમાં આહવા પોલીસે આ અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..