AHAVADANG

ડાંગ જિલ્લામાં એચ.એસ.સી અને એસ.એસ.સી બોર્ડનાં લેવાયેલ ત્રણ પ્રશ્નપત્રમાં 126 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ

પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજીત એચ.એસ.સી અને એસ.એસ.સી બોર્ડની પરીક્ષાઓનાં મોટાભાગનાં પ્રશ્નપત્ર લેવાઈ ગયા છે. ડાંગ જિલ્લામાં આજરોજ એસ.એસ.સી બોર્ડનાં નવ કેન્દ્રો પર નોંધાયેલ કુલ 3113 વિદ્યાર્થીઓ પૈકી 2990 વિદ્યાર્થીઓએ સામાજીક વિજ્ઞાન વિષયની પરીક્ષા આપી હતી.એસ.એસ.સી બોર્ડનાં સામાજીક વિજ્ઞાનની પરીક્ષામાં 123 વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા.જ્યારે એચ.એસ.સી બોર્ડનાં સામાન્ય પ્રવાહનાં મનોવિજ્ઞાન વિષયની પરીક્ષામાં કુલ નોંધાયેલ 165 વિદ્યાર્થીઓમાંથી 163 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.સામાન્ય પ્રવાહનાં મનોવિજ્ઞાન વિષયની પરીક્ષામાં 02 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.વધુમાં ડાંગ જિલ્લાનાં એચ.એસ.સી બોર્ડનાં વિજ્ઞાન પ્રવાહનાં અંગ્રેજી વિષયની પરીક્ષામાં કુલ નોંધાયેલ 377 વિદ્યાર્થીઓમાંથી 376 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.જ્યારે વિજ્ઞાન પ્રવાહના અંગેજી વિષયનાં પ્રશ્નપત્રમાં 1 વિદ્યાર્થી ગેરહાજર નોંધાયો હતો

[wptube id="1252022"]
Back to top button