HALOLPANCHMAHAL

હાલોલના લીમડી ફળીયા ખાતે બે આખલાઓ વચ્ચે જામ્યો જંગ.

તા.૨૯.જાન્યુઆરી

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

હાલોલ નગરમાં દિવસે ને દિવસે રખડતા ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે જેમાં નગરના તમામ મુખ્ય માર્ગો જેવા વડોદરા રોડ,હાલોલ બસ્તેન્ડ,ગોધરા રોડ તેમજ પાવાગઢ રોડ અને નગરના મુખ્ય બજારોમાં રોડની વચો વચ અંડીગો જમાવી બેસી જતા ઢોરોને પગલે નગરજનો ત્રાહિમામ્ પોકારી ઉઠ્યા છે જેમાં આજે નગરના લીમડી ફળીયા ખાતે બે આખલાઓ વચ્ચે જંગ જામ્યો હતો જેમાં એક બીજા સાથે બે આખલા વચ્ચે જંગ જામતા સમગ્ર લીમડી ફળીયા વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી અને બંને આખલાઓ વચ્ચે એક કલાક સુધી ખરાખરીનો જંગ જામતા અફરા તફરી પણ મચી જવા પામી હતી જોકે સ્થાનિકો દ્વારા આખલાઓ પર પાણીનો છટકાવ કરીને છુટા પાડ્યા હતા જ્યારે આખલાઓ લડતા એક કારને પણ નુકશાન પહોંચવા પામ્યું હતું આખલાઓ વચ્ચે જંગ જામતા રાહદારીઓ ને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો જ્યારે વહીવટી તંત્ર આવા રખડતા ઢોરો વિશે કોઈ નક્કર પગલાં ભરે તેવી પણ નગરજનો દ્વારા માંગ ઉઠવા પામી છે.

[wptube id="1252022"]
Back to top button