
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ગિરિમથક સાપુતારા ખાતે આવેલ પીએમ જવાહર નવોદય વિદ્યાલયમાં SPICMACAY (Society for the Promotion of Indian Classical Music and Culture Amongst Youth) હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.સ્પાઈકમેકેપ્રોગ્રામ યુવાનો ને સાંસ્કૃતિક વારસા વિશે અને આધુનિક ભારતના યુવાનોમાં શાસ્ત્રીય સંગીત પ્રત્યેની રુચિ કેળવવા માટે આયોજન કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીયકક્ષાના ખ્યાતનામ કલાકારોએ હાજરી આપી હતી.નવોદય વિદ્યાલય સાપુતારામાં રાષ્ટ્રીય કક્ષાના સુરબહાર ઈન્સ્ટ્રુમેન્ટલપ્લેયર પંડિત પુષ્પરાજકોષ્ટી અને તેમની ટીમ વિવેક કુરુંગલે પખાવજ પર અને તાનપુરા ઈન્સ્ટ્રુમેન્ટલ પ્લેયર ફ્રાન્સની શેરલીને પણ પરફોર્મ કર્યું હતુ.ત્યારે કાર્યક્રમમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓએ પંડિતજીને તેમના સંઘર્ષ અને આધુનિક યુગમાં વિદ્યાર્થીઓના જીવનમાં શાસ્ત્રીય સંગીતના મૂલ્ય વિશે પ્રશ્નોતરી કરી હતી.
આ કાર્યક્રમનું સંચાલન નવોદય વિદ્યાલયનાં આચાર્ય એન.એસ.રાણે તથા અશોક લિમાયેસર દ્વારા કરવામાં આવ્યુ હતુ.આ કાર્યક્રમના અંતે મિલિંદ જામણેકર તથા ગીરીશભાઈ રાઠોડે ઉપસ્થિત મહેમાનોનો આભાર વ્યકત કરી કાર્યક્રમને પૂર્ણાહુતી આપી હતી.





