AHAVADANG

સાપુતારા ઋતુભંરા કન્યા વિધાલય ખાતે જવાહર નવોદય વિદ્યાલયનાં સહયોગથી જનભાગીદાર કાર્યક્રમ યોજાયો…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા ખાતે આવેલ ઋતુંભરા કન્યા વિદ્યાલયમાં જવાહર નવોદય વિધાલય સાપુતારાનાં સહયોગથી જન ભાગીદાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.દિલ્લી સરકાર શિક્ષણ વિભાગ દ્વારા પ્રેરિત આ કાર્યક્રમમાં લોક જાગૃતિ અને
ગૌરવશાલી બાબતોને આવરી લેવા માટે- G-20 one world one faimily & one future થીમ સાથે “વસુદેવ કુટુંબકમ”નાં મુલમંત્ર પર ચર્ચા કરવામાં આવી હતી.જવાહર નવોદય વિદ્યાલય સાપુતારાનાં આચાર્ય એન.એસ.રાણે અને એમના શિક્ષક મિત્રોમાં જી.એમ.રાઠોડ અને એમ.એ.જામનેકર દ્વારા G-20  NEP &  FLN  વિસ્તાર પૂર્વક માહિતી આપવામાં આવી હતી. G-20 શુ છે.અને એની સ્થાપના અને કાર્યો વિશે એમ.એ.જામનેકર દ્વારા વિશેષ માહિતી આપવામાં આવી હતી.નવોદય સાપુતારાનાં શિક્ષક જી.એમ.રાઠોડે NEP વિષય પર અલગ અલગ ઉદાહરણો આપી સમજ આપી હતી.જવાહર નવોદય વિદ્યાલય સાપુતારાનાં આચાર્ય એન.એસ.રાણે દ્વારા ન્યુ એજ્યુકેશન પોલિસીની વિશેષતાઓ વિશે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને માહિતી આપી હતી.ઋતુંભરા કન્યા વિદ્યાલયનાં આચાર્ય અને શિક્ષકો તેમજ 200 જેટલી વિદ્યાર્થીનીઓ પણ આ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા.ઋતુંભરા કન્યા વિદ્યાલય માં યોજાયેલ આ કાર્યક્રમનું સમાપન આભાર વિધિથી કરવામાં આવ્યુ હતુ..

[wptube id="1252022"]
Back to top button