
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં ભેંસકાતરી ગામે જમીન બાબતેનાં તકરારનો અદાવત રાખી એક ઈસમે અન્ય ઈસમ પર લોખંડનાં પરાઈથી હુમલો કરતા વઘઇ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી…
પ્રાપ્ત વિગતો અનુસાર દેવજુભાઈ માહદુભાઈ રાઉત રે.ભેંસકાતરી તા.વઘઇનાઓનાં દીકરા રાહુલભાઈ સાથે તા.21-06-2023નાં રોજ ગામનાં જ ફિલીપભાઇ દશરૂભાઇ રાઉતે જમીન બાબતે ઝગડો તકરાર થયેલ હતો.જેની અદાવત રાખી ફિલિપભાઈ રાઉતે ફરિયાદીનાં દિકરા સાથે નાલાયક ગાળો આપી માર મારવાનાં ઇરાદાથી લોખંડનાં પરાથથી ડાબા હાથનાં ભાગે માર મારી ફેકચર કરી તથા માથાનાં પાછળના ભાગે સપાટો મારી ઈજાઓ પહોંચાડી હતી.તથા મોંઢાનાં ભાગે મુખ્ય ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરીયાદી દેવજુભાઈ મહાદુભાઈ રાઉતે આરોપી ફિલિપભાઈ દસરૂભાઈ રાઉત સામે વઘઇ પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા વઘઇ પોલીસની ટીમે આ ઈસમ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે..





