
મોરબી નજીકના ટિંબડી ગામના પાટીયા પાસે આવેલ મેક્સ સીરામીક કારખાનાની ઓફિસમાં ચિરાગભાઈ ધર્મેન્દ્રભાઈ કાનાબાર બહારથી માણસો બોલાવીને જુગાર રમાડે છે જેથી એલસીબીની ટીમ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ઓફિસમાં જુગાર રમતા ચિરાગભાઈ ધર્મેન્દ્રભાઈ કાનાબાર રહે. મહેન્દ્રપરા-૨ મોરબી, સંદીપભાઈ કરસનભાઈ ઝાલરીયા રહે. ઇન્દ્રપ્રસ્થ એપાર્ટમેન્ટ રિલાયન્સ નગર રવાપર રોડ મોરબી, સુખદેવભાઈ સોમાભાઈ ઝાલરીયા રહે. ઉમિયાનગર નીલકંઠની બાજુમાં હળવદ, રવિભાઈ વાસુદેવભાઈ ઝાલરીયા રહે. સરદાર પટેલ રોડ પ્લેટિનમ એપાર્ટમેન્ટ મોરબી અને નિમિતભાઈ બાબુભાઈ વાસાણી રહે. ઉમિયા ચોક આરાધના એપાર્ટમેન્ટ મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૮૫,૪૫૦ ની રોકડ કબજે કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

[wptube id="1252022"]





