AHAVADANG

ડાંગ: રૂઢીગત ગ્રામ સભાઓની અમલવારી માટે 15 ગામનાં પાટીલ કારભારીઓની બેઠક મળી…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
આજનાં આધુનિક યુગમાં ગામડાઓનાં વહીવટ માટે ગ્રુપ ગ્રામ પંચાયતોનાં સરપંચ સહિત તલાટીકમ મંત્રીઓ દ્વારા ગ્રામ પંચાયતમાં ગ્રામસભા યોજી ઠરાવ પસાર કરી વિકાસકીય કામોને મંજૂરી આપે છે.હાલમાં ગ્રામસભા ઓની જગ્યાએ નવસારી સહિત ધરમપુર વિસ્તારમાં રૂઢીગત ગ્રામસભાઓનું ચલણ વઘ્યુ છે.જયારથી પાર તાપી અને નર્મદા રિવરલિંકનો મુદ્દો આવ્યો ત્યારથી દક્ષિણ ગુજરાતમાં રૂઢીગત ગ્રામસભાઓનું ચલણ વઘ્યુ છે.ત્યારે ડાંગ જિલ્લામાં પણ રૂઢીગત ગ્રામ સભાઓ યોજાઈ તે માટે વઘઇ તાલુકાનાં કાલીબેલ વિસ્તારનાં આગેવાનોએ બેઠક યોજી હતી.ડાંગ જિલ્લામાં અનુસુચિ પાંચની અમલવારી અને રૂઢિગત ગ્રામસભાની અમલવારી વઘઇ તાલુકાનાં ખાતળ ગામ ખાતે લગભગ 15 ગામનાં અસલ આગેવાન એવા પાટીલ કારભારી જાગલેઓની એક સંયુક્ત બેઠક યોજાઈ હતી.જે બેઠકમાં આદિવાસી આગેવાનોમાં નિવૃત નાયબ કલેકટર માળી,આગેવાન મુકેશભાઈ પટેલ.વડિલ ગમજુમામા,આદિવાસી યુવા ટીમનાં સદસ્યોમાં નિલેશ ગાવિત,કેયુર કોંકણી,પંકજ પાલવે અને બીજા ઉત્સાહી અગ્રણીઓએ ખુબજ ઉમળકાભેર ભાગ લીધો હતો.આ બેઠકમાં આદિવાસી સમાજમાં જન્મ,લગ્ન,મરણ વિધિ પરંપરાગત રીત થી જ કરવાનો નિર્ણય લીધો હતો.લગ્નમાં બિનજરૂરી ખર્ચ કરવો નહિ.ડી.જે પર પ્રતિબંધ.પરંપરાગત વાજીંત્રોથી જ પ્રસંગો પાર પાડવા.અનુસુચિ પાંચ પ્રમાણેની ગ્રામ સભાની ગામ વાઇઝ લિસ્ટ બનાવીને સબંધીત અધિકારી ને જાણ કરવા તથા અનુસુચિ પાંચનાં બોર્ડ ગામે ગામ મારવા.અને સુચિત ડેમનાં અસરગ્રસ્ત ગામોમાં ખાસ નિગરાની કરવા માટે યુવાનોની ટીમ તૈયાર કરવા જેવા નિર્ણયો લેવાયા હતા.ડાંગ જિલ્લાનાં ખાતળ ગામે રૂઢિગત ગ્રામસભાની અમલવારી માટે મળેલ બેઠકને લઈને હલચલ મચી જવા પામી હતી..

[wptube id="1252022"]
Back to top button