AHAVADANG

ડાંગ: સાપુતારા જતા માર્ગનાં બાજ ગામ નજીક બે બાઈક સવારો અથડાતા એક ઈસમનું મોત નીપજ્યુ…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ
પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં ભદરપાડા ગામનો યુવાન આજરોજ રેશનકાર્ડનાં કામ અર્થે મોટરસાયકલ ન.જી.જે.05.એચ.જી.4965 લઈ વઘઇ જઈ રહ્યો હતો.તે વેળા એ સાપુતારાથી વઘઇને જોડતા આંતર રાજય ધોરીમાર્ગનાં બાજ ગામ નજીક સામેથી જી.જે.21.બી.ક્યુ.3057એ ગફલતભરી અને પુરપાટવેગે હંકારી ટક્કર મારતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતનાં બનાવમાં ભદરપાડાનાં મોટરસાયકલ ચાલક નામે ગણેશભાઈ માનસિંગ સાબળેને માથા અને મોઢાનાં ભાગે ગંભીર ઈજાઓ પોહચતા તેને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલીક સારવારનાં અર્થે વઘઇ સી.એચ.સીમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.પરંતુ ગંભીર ઈજાઓનાં પગલે આ યુવાને શ્વાસ છોડી દીધો હતો.આ અકસ્માતનાં બનાવ સંદર્ભે વઘઇ પોલીસની ટીમે મોટરસાયકલ ન.જી.જે.21.બી.ક્યુ.3057નાં ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે…

[wptube id="1252022"]
Back to top button