GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: સી-વિજિલમાં ૨૬૧, એમ.સી.સી.ટોલ ફ્રીમાં ૨૨, ચૂંટણી કાર્ડ ન મળવાની ૫ ફરિયાદોની નોંધણી
તા.૨૯/૪/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીના નેતૃત્વ હેઠળ ચુસ્ત આચારસંહિતાના પાલન માટે જિલ્લા વહીવટી તંત્ર સતત કાર્યરત છે. રાજકોટ જિલ્લામાં તા.૨૯ એપ્રિલ સુધીમાં આચારસંહિતાના ભંગને લગતી કુલ ૨૯૧ ફરિયાદોને ઉકેલવામાં આવી હતી.
રાજકોટ જિલ્લામાં સી-વિજિલમાં ૨૬૧ ફરિયાદો, એમ.સી.સી. ફરિયાદ નિવારણ ટોલ ફ્રી નંબરમાં ૨૨ ફરિયાદો, ચૂંટણી કાર્ડ ન મળવાની ૫ ફરિયાદો, મતદાર યાદીમાંથી નામ કમી થઈ જવાની ૨ ફરિયાદો, જૂની વિધાનસભામાંથી નામ કમી ન થવાની ૧ ફરિયાદ સહિત કુલ ૨૯૧ ફરિયાદો નોંધાયા બાદ તમામ ફરિયાદોનું તુરંત નિરાકરણ કરાયું હતું તેમ નોડલ ઓફિસર શ્રી એચ. કે. સ્વામીની યાદીમાં જણાવાયું છે.
[wptube id="1252022"]








