AHAVADANG

ડાંગ જિલ્લાની સરકારી માધ્યમિક શાળા ચિકાર ખાતે ગુરુપૂર્ણિમા નિમિત્તે ગુરૂવંદના કાર્યક્રમ યોજાયો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગના વધઈ તાલુકાની સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા, ચિકાર ખાતે ભારતીય સંસ્કૃતિનું અનોખું પર્વ ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી.આ ગુરૂવંદના કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી.ત્યારબાદ શાળાની વિદ્યાર્થીનિઓએ તેમજ શિક્ષિકાઓનાં હસ્તે દિપ પ્રાગટ્ય કરવામા આવ્યુ હતુ.અહી શાળાનાં શિક્ષક અર્જુનસિંહ પરમારે ગુરુનું મહત્વ, શિક્ષા ગુરુ, આધ્યાત્મિક ગુરુનું જીવનમાં સ્થાન વગેરે વિષયક ચર્ચા કરી હતી.તેમજ શાળાના શિક્ષક રોહનભાઈ પટેલે પણ ગુરુની પસંદગી તેમનું કાર્ય વિશે વાત કરી હતી.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન દીપાબેન પટેલે કર્યુ હતુ..

[wptube id="1252022"]
Back to top button