AHAVADANG

ધો.10 બોર્ડની પરીક્ષા બાદ કારકિર્દી ઘડતર અંગે ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે 30મી માર્ચનાં રોજ ફ્રી સેમિનાર યોજાશે…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

હાલમાં જ સમગ્ર રાજયમાં  ધો.10 બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થઈ છે.ત્યારે ધો.10નાં વિદ્યાર્થીઓને કારકિર્દી માટે પૂરતું માર્ગદર્શન મળી રહે તે માટે પ્રયોશા પ્રતિષ્ઠાન ડાંગ દ્વારા ફ્રી સેમિનારનું આયોજન ડાંગ સ્વરાજ આશ્રમ આહવા ખાતે 30મી માર્ચનાં રોજ કરવામાં આવેલ છે.જેમાં અવિરાજ એસ. ચૌધરી (IIT Delhi) તથા વિજ્ઞાન પ્રવાહમાં ગુજરાતી શ્રેષ્ઠ સ્કૂલોમાં પી.પી.સવાણી સુરત,આશાદિપ ગૃપ ઓફ સ્કુલ, સુરતનાં તજજ્ઞ શિક્ષકો દ્વારા અમુલ્ય માર્ગદર્શન આપવામાં આવશે.વિજ્ઞાન પ્રવાહ (ગુજરાતી માધ્યમ)નાં માધ્યમથી ઉચ્ચ કારકિર્દીની તીવ્ર ઈચ્છા રાખનારા હોશીયાર S.T કેટેગરીના વિદ્યાર્થીઓ માટે આ સેમીનાર આશીર્વાદરૂપ રહેશે.ત્યારે ધો.10 માં અભ્યાસ કરતા  તમામ વિદ્યાર્થીઓને 30મી માર્ચનાં રોજ પ્રયોશા લોક વિજ્ઞાન કેન્દ્ર,ડાંગ સ્વરાજ આશ્રમ આહવા ખાતે હાજર રહેવા માટે જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે..

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button