વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ
ડાંગ જિલ્લાનાં વહીવટી મથક આહવા ખાતે આગામી તારીખ 26-02-2023નાં રોજ પવાર સમાજનું મહાસંમેલન યોજાશે.જેમાં હજારોની સંખ્યામાં પવાર પરિવારનાં સભ્યો ઉપસ્થિત રહેશે.ડાંગ જિલ્લાનાં આહવા ખાતે યોજાનાર પવાર કુળનાં સંમેલનમાં ડાંગ જિલ્લો,ધરમપુર, કપરાડા, સંઘ પ્રદેશ સેલવાસ તેમજ મહારાષ્ટ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં પવાર બંધુઓ સહ પરિવાર સાથે હાજર રહેશે.આ કાર્યક્રમની શરૂઆત સવારે 9 કલાકે પવાર સમાજની કુળદેવીની પૂજાથી થશે.આ સંમેલનમાં પવાર સમાજને કઈ રીતે આગળ લઈ જવાય તેના માટે પ્રયત્ન કરવામાં આવશે.સાથે આ કાર્યક્રમમાં આદિવાસી સમાજની વિવિધ કૃતિઓ રજૂ કરી ઉપસ્થિત શ્રોતાઓનું મનોરંજન કરવામાં આવશેનું પવાર સમાજનાં મોભીઓએ એક અખબારી યાદીમાં જણાવ્યુ છે..
[wptube id="1252022"]





