AHAVADANG

ડાંગ: ચેકડેમમાં ન્હાતી વેળાએ ઊંડા પાણીમાં ગરક થઈ જતા એન્જીનપાડા ગામનાં 32 વર્ષીય ઈસમનું મોંત..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં એન્જીનપાડા ગામનો ઈસમ પૂર્ણા નદીનાં ચેકડેમમાં ન્હાતી વેળાએ ઊંડા પાણીમાં ડૂબી જતા મોત…

પ્રાપ્ત વિગતો અનુસાર રવિન્દ્રભાઈ જમસ્યાભાઇ દેશમુખ ઉવ.32 જેઓ પત્ની સવિતાબેન જોડે એન્જીનપાડા ગામે સાવરીયાનાં દહાડ નામે ઓળખાતા ઢોરનાં ઉતારા પાસે પુર્ણા નદી પર આવેલ ચેકડેમમાં કપડા ધોવા તથા ન્હાવા માટે ગયા હતા. તે વેળાએ સવિતાબેન ચેકડેમનાં કિનારા ઉપર કપડા ધોતી હતી.અને રવિન્દ્રભાઈ દેશમુખ ચેકડેમનાં ઊંડા પાણીમાં ન્હાવા ઉતર્યા હતા.અહી ચેકડેમનાં ઊંડા પાણીમાં રવિન્દ્રભાઈ જમસુભાઈ દેશમુખ ગરક થઈ ડૂબી જતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.આ બનાવની જાણ મરણ જનારનાં પત્નીએ ગ્રામજનો સહિત વઘઇ પોલીસ મથકે કરતા વઘઇ પોલીસની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી.હાલમાં વઘઇ પોલીસની ટીમે લાશનો કબ્જો મેળવી પી.એમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે…

[wptube id="1252022"]
Back to top button